For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujcet 2020 Admit Card: ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઈન મુકવામાં આવી

Gujcet 2020 Admit Card: ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઈન મુકવામાં આવી

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોના વાયરસના કહેરને પગલે Gujcet 2020 ની પરીક્ષા પાછળ ઠાલવવામાં આવી હતી. હવે પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે અને આગામી 24 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. જેને પગલે શક્ષણ વિભાગ દ્વારા Gujcet hall ticket 2020 જાહેર કરી દેવામાં આવી છે. અખબારી યાદી બહાર પાડી ગુજકેટ હોલ ટિકિટ ઓનલાઈન મૂકી હોવાની માહિતી આપવામાં આવી છે.

gujcet 2020

જણવી દઈએ કે ગુજકેટટ 2020 પહેલા 31 માર્ચે લેવામાં આવનાર હતી જે કોવિડ 19ની પરિસ્થિતિને કારણે રદ્દ કરાયી હતી અને શિક્ષણ બોર્ડ દ્વારા નવેસરથી પરીક્ષાની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ડાઉનલોડ કરેલ જૂની તારીખ 31/03/2020 વાળું એડમિટ કાર્ડ માન્ય નહિ ગણાય ત્યારે દરેક ઉમેદવારોએ પોતાના Gujcet 2020 Admit Card ફરીથી ડાઉનલોડ કરી લેવાં. જો કોઈ ઉમેદવાર જૂનું એડમિટ કાર્ડ લઈને જશે તો તેને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવા દેવામાં નહિ આવે.

આવી રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

ગુજકેટ 2020ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર તમામ ઉમેદવારોએ પોતાનું એડમીટ કાર્ડ બોર્ડની વેબસાઈટ gujcet.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી ડાઉનલોડ કરવાનું રહેશે, આજે 13 ઓગસ્ટ ગુરુવારે સાંજે 6 વાગ્યેથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારોએ ગુજકેટ 2020 માટે ભરેલ આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈમેઈલ આઈડી અને જન્મ તારીખ અથવા એપ્લીકેશન નંબર દાખલ કરીને એડમીશન કાર્ડ ડાઉનલોડ કરવાના રહેશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ એડમીશન કાર્ડ સર્ચ કરીને જન્મ તારીખની વિગતો ભરીને ડાઉનલોડ કરી શકે છે.

નોંધનીય છે કે વિદ્યાર્થીઓ પરીક્ષા દરમ્યાન એડમિટ કાર્ડની સાથે કોઈપણ એક ફોટો આઈડી પ્રૂફ (આધાર કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ અથવા ધોરણ 12ની મુખ્ય પરીક્ષાની હોલટીકીટ) સાતે લઈ જવાનું રહેશે.

PM મોદીએ ટ્રાન્સપરન્ટ ટેક્સેશનઃ ઑનરિંગ ધ ઑનેસ્ટ પ્લેટફોર્મની કરી શરૂઆતPM મોદીએ ટ્રાન્સપરન્ટ ટેક્સેશનઃ ઑનરિંગ ધ ઑનેસ્ટ પ્લેટફોર્મની કરી શરૂઆત

English summary
Gujcet 2020 Admit Card- gujcet old admit cards not valid download new one- details in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X