For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JEE મેઈન્સ પરીક્ષાની તારીખ જાહેર કરાઈ

જેઇઇ પરીક્ષાના ત્રીજા અને ચોથા ચરણની તારીખો જાહેર કરાઈ છે. કેન્દ્રિય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ત્રીજા ચરણની પરીક્ષા જુલાઇ 20 થી 25 અને ચૌથા ચરણની પરીક્ષા 27 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી લેવાની જાહેરાત કરી છે.

|
Google Oneindia Gujarati News

જેઇઇ પરીક્ષાના ત્રીજા અને ચોથા ચરણની તારીખો જાહેર કરાઈ છે. કેન્દ્રિય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ત્રીજા ચરણની પરીક્ષા જુલાઇ 20 થી 25 અને ચૌથા ચરણની પરીક્ષા 27 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી લેવાની જાહેરાત કરી છે.

JEE Mains

શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, 'બંને ચરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર બદલી શકશે. પ્રયાસ રહેશે કે પરીક્ષાર્થીઓને પસંદગીના પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ કરાવી શકાય. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરિક્ષા યોજાય તે માટે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવી છે. અગાઉ જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે એપ્લાય નથી કર્યુ એવા વિદ્યાર્થીઓને પણ મોકો મળશે. આવા વિદ્યાર્થીઓ પહેલા ચરણ માટે 6 જુલાઈથી 8 જુલાઈ સુધી ફોર્મ ભરી શકશે.

ત્રીજા ચરણમાં 6.80 લાખ અને ચૌથા ચરણમાં 6.09 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. અહીં ઉલ્લેખનિય છે કે આ પહેલા દેશમાં 232 શહેરોમાં આ પરીક્ષા યોજાવાની હતી, જે હવે 334 શહેરોમાં યોજાશે. પહેલા 668 પરીક્ષા કેન્દ્રો હતા જે વધારીને 828 કરાયા છે. આ પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોવિડ-19ની ગાઈડલાઈનનું પુરૂ પાલન કરવામાં આવશે. આ સિવાય જે કોમ્યુટર પર પરીક્ષા લેવાશે તે કોમ્યુટરને બીજી સિફ્ટની પરીક્ષા માટે ઉપયોગમાં નહી લેવાય. પરીક્ષા હોલ અને કોમ્યુટર સહિતના સાધનોને સતત સેનિટાઈઝ કરાતા રહેશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ વર્ષે ચાર ચરણમાં જેઇઇ મેઈન્સ પરીક્ષાની જાહેરાત કરી હતી, જેમાંથી 2 ચરણની પરીક્ષા ફેબ્રુઆરી અને માર્ચ 2021 માં લેવાઈ ચુકી છે. આગલા ચરણની પરીક્ષા એપ્રિલ અને મે મહિનામાં યોજાવાની હતી જેને કોરોનાના કારણે સ્થગિત કરી દેવાઈ હતી.

જેઇઇ મેઈન્સ બાદ દેશની 23 આઈઆઈટી, 31 એનઆઈટી, 23 ટ્રિપલ આઈટી સહિત જીએફટીઆઈની 36000 હજાર બેઠકો માટેનો પ્રવેશનો રસ્તો ખુલશે. તમામ ચરણોની પરીક્ષા બાદ બેસ્ટ એનટીએ રેન્કિંગ જાહેર થશે.

English summary
Dates for the third and fourth phase of JEE examination have been announced. Union Minister Ramesh Pokhriyal Nishank has announced that the third phase examination will be held from July 20 to 25 and the fourth phase examination from July 27 to August 2.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X