Judge Vacancies in Gujarat: ગુજરાતની જિલ્લા અદાલતોમાં 535 ન્યાયધીશોની જગ્યા ખાલી
Judge Vacancies in Gujarat: ગુજરાતની જિલ્લા સહિતની વિવિધ અદાલતોમાં 15.67 લાખ જેટલા કેસો પેન્ડિગ છે. ત્યારે 535 જેટલા જજોની જગ્યાઓ ખાલી છે. ડિસેમ્બર 2023 સુધીના અરસામાં વિવિધ જિલ્લાની અદાલતોમાં 1567296 જેટલા કેસ પેન્ડિગ હતા.
આ અગાઉ વર્ષ 2022ના ડિસેમ્બર સુધીના અરસામાં 1693182 કેસ કોર્ટમાં ન્યાય માટે પડતર હતા, આમ એક વર્ષમાં પેન્ડિગ કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. અદાલતોમાં પેન્ડિગ કેસના કારણે લોકોને ન્યાય મેળવવામાં વિલંબ થઇ રહ્યો છે.
કેન્દ્ર સરકારે સંસદમાં તાજેતરમાં જ જાહેર કર્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટમાં જજોની 23 જગ્યાઓ ખાલી છે. જ્યારે 29 જગ્યાઓ ભરાયેલી છે. આમ ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયધીશોની સંખ્યા 45 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે.

સરકાર દ્વારા ન્યાયધીશોની નિમણૂક કરવામાં વિલંબ કરાઇ રહ્યો છે. જેના કારણે ન્યાય મેળવવા ઇચ્છતા લોકોને ઝડપથી ન્યાય મળે તે જરૂરી છે. આ દિશામાં સરકારે પગલાં લેવા જોઇએ તેવી માંગ પણ છાશવારે ઉઠતી રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેસોના ઝડપી નિકાલ માટે લોક અદાલતોનું પણ સમયાંતરે આયોજન કરવામાં આવતું રહે છે. જેમાં મોટાપાયે સમાધાન માટેના પ્રયાસો સહિત કેસોનો નિકાલ કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
