જૂનિયર એન્જીનિયરના 200થી વધુ પદ પર ભરતી નિકળી, જાણો ડિટેલ
જૂનિયર એન્જીનિયરના 200થી વધુ પદ પર ભરતી નિકળી, જાણો ડિટેલ
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડે જૂનિયર એન્જીનિયરના પદો પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર યૂપીપીસીએલની સત્તાવાર વેબસાઈટ upenergy.in પર જઈ અરજી કરી શકે છે. આ પદો પર અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર છે. એટલે કે આ તારીખ બાદ કોઈપણ ઉમેદવાર અરજી નહિ કરી શકે. આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી કુલ 212 પદ ભરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોએ ઈમેલ આઈડી અને ફોન નંબરની જરૂરત પડશે.

પદોનું વિવરણ
- જેઈ (ઈલેક્રિટકલ)- 191 પદ
- જેઈ (ઈલેક્ટ્રોનિક્સ/ ટેલીકોમ્યૂનિકેશંસ)- 21 પદ
શૈક્ષણિક યોગ્યતા
ઉમેદવારો પાસે જેઈ (ઈલેક્ટ્રિકલ) અને જેઈ (ઈલેક્ટ્રોનિક્સ/ ટેલીકોમ્યૂનિકેશંસ) બંને પદો પર અરજી કરવા માટે સંબંધિત ટ્રેડમાં ત્રણ રવ્ષનો ડિપ્લોમા હોવો જોઈએ. ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી વધુ અને 40 વર્ષથી ઓછી ઉંમર હોવી જોઈએ. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ જાહેરાત જોઈ લેવી, જે આ આર્ટિકલની નીચે જ આપવામાં આવેલી છે.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયામાં માત્ર કોમ્પ્યૂટર આધારિત પરીક્ષા સામેલ છે. કોમ્પ્યૂટર આધારિત પરીક્ષા વારાણસી, ગોરખપુર, કાનપુર, બરેલી, લખનઉ ગાઝિયાબાદ, નોઈડા/ ગ્રેટર નોઈડા અને મેરઠમાં આયોજિત કરવામાં આવશે. પરીક્ષા કુલ 200 અંકની હશે. જે પૂરી કરવા માટે 3 કલાકનો સમય મળશે. અરજી કરવા માટે અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ વર્ગના ઉમેદવારોએ 700 રૂપિયા પરીક્ષા ફી ચૂકવવી પડશે. જ્યારે અનારક્ષિત વર્ગના ઉમેદવારોએ 1000 રૂપિયા અરજી ફી ચૂકવવી પડશે.
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરોસત્તાવાર જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11







Click it and Unblock the Notifications
