For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBIમાં પ્રોબેશનરી ઑફિસર બનવાનો મોકો, 42 હજાર સુધી મળશે પગાર

SBIમાં પ્રોબેશનરી ઑફિસર બનવાનો મોકો, 42 હજાર સુધી મળશે પગાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં નોકરી કરવા ઈચ્છુક લોકો માટે દિવાળી ભેટ સમાન મોકો છે. દેશની સૌથી મોટી બેંકે પોતાના તાજા જૉબ નોટિફિકેશનમાં નોકરીની જાહેરાત આપી દીધી છે. બેંક પ્રોબેશનરી ઑફિસર અથવા પીઓના પદ પર ભરતી કરશે. અરજી પ્રક્રિયા 14 નવેમ્બરથી એટલે કે આજથી જ શરૂ થઈ ગઈ છે. 4 ડિસેમ્બર સુધી તમે અરજી કરી શકો છો. જે બાદ એસબીઆઈ 31 ડિસેમ્બર, 2 , 4 અને 5 જાન્યુઆરીના રોજ પ્રારંભિક પરિક્ષા આયોજિત કરવામાં આવશે. અરજી કરતા પહેલાં જાણી લો કે એસબીઆઈની આ ભરતી માટે કઈ કઈ યોગ્યતા જોઈએ.

એપ્લિકેશન ફી

એપ્લિકેશન ફી

એસબીઆઈ પીઓ 2020 પરીક્ષા માટે અરજી ફી જનરલ/ ઈડબલ્યૂએસ/ઓબીસી ઉમેદવારો માટે 750 રૂપિયા હશે. જ્યારે એસસી/એસટી/પીડબલ્યૂડી ઉમેદવારો માટે કોઈ અરજી ફી રાખવામાં આવી નથી. એસબીઆઈ પીઓ 2020 જાહેરાત મુજબ પ્રારંભિક પરીક્ષા 31 ડિસેમ્બર 2020, 2 જાન્યુઆરી, 4 અને 5 જાન્યુઆરી 2021ના રોજ આયોજિત કરાશે. જણાવી દઈએ કે એસબીઆઈએ 2000 પીઓ ભરતી કાઢી છે. જેમાંથી 200 સીટ આર્થિક રૂપે કમજોર વર્ગના ઉમેદવારો માટે આરક્ષિત છે. નોકરી હાંસલ કરવા માટે ઉમેદવારોએ પ્રીલિમ્સ, મેન, ઈન્ટર્વ્યૂ પાસ કર્યા બાદ પૂર્વ-પરીક્ષા પ્રશિક્ષણથી પસાર થવું પડશે.

શૈક્ષણિક યોગ્યતા

શૈક્ષણિક યોગ્યતા

એસબીઆઈ પીઓ 2020 પોસ્ટ માટે અરજી કરતા ઉમેદવારો પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. જો તમે સ્નાતક ડિગ્રીના અંતિમ વર્ષ કે સેમેસ્ટરમાં હોવ તો જો તમે 31 ડિસેમ્બર કે તે પહેલાં ડિગ્રી સર્ટિફિકેટ રજૂ કરી શકશો તો જ તમને ઈન્ટર્વ્યૂ માટે બોલાવવામાં આવસે. કેટલાય સંસ્થાનોના પરિણામ આ મહામારીને કારણે પેન્ડિંગ હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેટલી ઉંમર જોઈએ

કેટલી ઉંમર જોઈએ

અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર ઓછામા ઓછી 21 હોવી જોઈએ. મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણતરી 4 એપ્રિલ 2020થી કરવામાં આવશે. જણાવીએ કે પસંદિત ઉમેદવારોને જોઈનિંગ સમયે 2 લાખ રૂપિયાના બોન્ડ પર હસ્તાક્ષર કરવા પડશે. બોન્ડ મુજબ ઉમેદવારે ઓછામા ઓછા ત્રણ વર્ષ સુધી બેંકમાં સેવા આપવી પડશે.

કેટલો પગાર મળશે

કેટલો પગાર મળશે

પસંદિત ઉમેદવારોને ચાર એડવાન્સ્ડ ઈંક્રીમેંટ સાથે 27,620 રૂપિયાના મૂળ વેતન પર રાખવામાં આવશે. વેતન 23700 રૂપિયાથી 42020 રૂપિયાના બ્રેકેટમાં હશે. ઉમેદવારોને ડીએ, એચઆરડી, સીસીએ અને અન્ય ભથ્થાં પણ આપવામાં આવશે.

બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઑફિસરના 645 પદ પર બંપર ભરતી, જાણો અરજી કેવી રીતે કરશોબેંકમાં સ્પેશિયાલિસ્ટ ઑફિસરના 645 પદ પર બંપર ભરતી, જાણો અરજી કેવી રીતે કરશો

English summary
Opportunity to become a probationary officer in SBI, salary up to 42 thousand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X