For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારી નોકરી ઇચ્છુકો માટે સારા સમાચાર છે! 24 હજારથી વધુ જગ્યા માટે ભરતી જાહેર, જાણો પ્રોસેસ અને અંતિમ તારીખ

જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર વાંચ્યા બાદ નાંચી ઉઠશો. જો તમે અર્ધસરકારી બળોમાં જોડાઇને દેશની સેવા કરવા ઇચ્છો છો, તો તમારા માટે આ સારી તક છે.

|
Google Oneindia Gujarati News

જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર વાંચ્યા બાદ નાંચી ઉઠશો. જો તમે અર્ધસરકારી બળોમાં જોડાઇને દેશની સેવા કરવા ઇચ્છો છો, તો તમારા માટે આ સારી તક છે, સ્ટાફ સિલેક્સન કમિશન (SSC) એ 24369 (જીડી કોન્સ્ટેબલ) જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

આ ભરતીમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ, સીએપીએફ, એસએસએફ, આસામ રાઇફલ્સ, સીઆઇએસએફ અને નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં જગ્યાનો સમાવેશ થાય છે. આ માટે ઓનલાઇન અરજી સ્વીકારવાનું શરૂ થઇ ગયું છે.

જાન્યુઆરીમાં કમ્પ્યુટર આધારિત ટેસ્ટ

જાન્યુઆરીમાં કમ્પ્યુટર આધારિત ટેસ્ટ

સ્ટાફ સિલેક્સન કમિશન દ્વારા જાબેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. જો તમે તેના માટે અરજી કરી નથી, તો જલ્દી કરો. જો તમારી અરજી સાચી હશે તો, તમને જાન્યુઆરીમાં કમ્પ્યુટર આધારિત ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.

આ ભરતીમાં કુલ જગ્યાઓની સંખ્યા 24,369 છે

આ ભરતીમાં કુલ જગ્યાઓની સંખ્યા 24,369 છે

  • BSF : 10497
  • CISF : 100
  • CRPF : 8911
  • SSB : 1284
  • ITBP : 1613
  • આસામ રાઇફલ્સ : 1697
  • SSF : 103
અરજીની ફી કેટલી છે?

અરજીની ફી કેટલી છે?

નોટિફિકેશન મુજબ, આ જગ્યાઓ પર ભરતી માટે અરજી ફી રૂપિયા 100 છે. અનામત માટે પાત્ર મહિલાઓ, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને ભૂતપૂર્વ સૈનિકો (ESM) ને નિયમો મુજબ છૂટછાટ મળશે.

કમિશને સ્પષ્ટ જણાવ્યું છે કે, અરજી કરતા પહેલા તમામ ઉમેદવારોએ સત્તાવાર સૂચના જોવી જોઈએ અને તેના આધારે જ ઓનલાઈન અરજી કરવી જોઈએ. અરજી વિન્ડો 30મી નવેમ્બર પછી બંધ થઈ જશે.

શું છે વય મર્યાદા ?

શું છે વય મર્યાદા ?

જેમ તમે જાણો છો કે, અર્ધલશ્કરી દળોને એક્ટિવ યુવાનોની જરૂર હોય છે, તેથી આ પરીક્ષા માટે વય મર્યાદા 18 થી 23 વર્ષની વચ્ચેરાખવામાં આવી છે.

બીજી તરફ, પગારની દ્રષ્ટિએ, NCBમાં કોન્સ્ટેબલની પોસ્ટ માટે પગાર પે લેવલ-1 (રૂપિયા 18000-56900) છે, જ્યારે અન્ય પોસ્ટ માટે, પે લેવલ-3 (રૂપિયા 21,700-69,100) છે.

English summary
Recruitment for more than 24 thousand posts in SSC, know process and last date
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X