For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CRPF Recruitment: સીએપીએફ હોસ્પિટલોમાં 2439 પેરામેડિકલ સ્ટાફની ભરતી

CRPF Recruitment: સીએપીએફ હોસ્પિટલોમાં 2439 પેરામેડિકલ સ્ટાફની ભરતી

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (CRPF)એ અનુબંધના આધારે વિવિધ સીએપીએફ હોસ્પિટલોમાં પેરામેડિકલ સ્ટાફની ભરતી માટે એક જાહેરાત બહાર પાડી છે. જેમાં સેવાનિવૃત્ત સીએપીએફ પુરુષો અને મહિલાઓ અરજી કરી શકે છે. અરજી બાદ ઉમેદવારે ઈન્ટર્વ્યૂ માટે જવું પડશે. જેના આધારે જ પસંદગી તશે. ઑફિશિયલ જાહેરાત crpf.gov.in પર અપલોડ કરવામાં આવી છે.

Recruitment

જાહેરાત મુજબ યોગ્ય ઉમેદવાર 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી વૉક ઈન ઈન્ટર્વ્યૂ માટે નિર્ધારિત કાર્યક્રમ મુજબ સંબંધિત સ્થાને રિપોર્ટ કરી શેક ચે. પસંદગી બાદ ઉમેદવારોને એક વર્ષની અવધિ માટે પેરામેડિકલ કેડરમાં લગગાવવામાં આવશે. જેમાં આસામ રાઈફલ્સ માટે 156, બીએસએફ માટે 365, સીઆરપીએફ માટે 1537, આઈટીબીપી માટે 130 અને એસએસબી માટે 251 પદ છે, એટલે કે કુલ પદોની સંખ્યા 2439 છે.

વૉક-ઈન ઈન્ટર્વ્યૂ સવારે 9થી સાંજના 6 વાગ્યા વચ્ચે આયોજિત કરાશે. તે દરમિયાન ઉમેદવાર પાસે તમામ દસ્તાવેજોની મૂળ કોપી, ફોટોકોપી, સેવાનિવૃત્તિ પ્રમાણ પત્ર, ઉમંર પ્રમાણપત્ર વગેરે હોવું જોઈએ. આ ઉપરાંત 3 પાસપોર્ટ સાઈજની ફોટો પણ લઈ જવી જરૂરી છે, જે અત્યારની હોવી જોઈએ. જોઈનિંગ પહેલાં ઉમેદવારોનો મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવશે.

જાહેરાતમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે પસંદ કરાયેલા લોકો પીએફ, પેંશન, ગ્રેજ્યૂટી, મેડિકલ ઈન્સ્યોરન્સ, પ્રમોશન વગેરે જેવા લાભના હકદાર નહી હોય. નિયુક્ત વ્યક્તિઓને સીઆરપીએફ અંતર્ગત કોઈપણ પદ પર કોઈ દાવો અથવા નિયમિત નિયુક્તિનો અધિકાર આપવામાં નહી આવે.

English summary
Recruitment of 2439 paramedical staff in CAPF hospitals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X