JEE Main 2021 - સેશન 3ની પરીક્ષાનું પરિણામ જાહેર

JEE Main 2021ના​ત્રીજા સેશન નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી સંયુક્ત પ્રવેશ પરીક્ષાના પરિણામો શુક્રવારના રોજ જાહેર કરવામાં આવશે.

નવી દિલ્હી : JEE Main 2021ના​ત્રીજા સેશન નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી સંયુક્ત પ્રવેશ પરીક્ષાના પરિણામો શુક્રવારના રોજ જાહેર કરવામાં આવશે. એનટીએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, JEE Main 2021 સેશન 3ની પરીક્ષાનું પરિણામ શુક્રવાર સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. જો કોઇ કારણોસર પરિણામમાં વિલંબ થશે, તો શનિવારની સવારે પરિણામ જાહેર કરવામાં આવશે.

JEE Main July Result 2021 : વિદ્યાર્થીઓ પરિણામ ક્યાં જોઇ શકશે

NTAના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, JEE Main July Result 2021 આજ સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. અમે NTA પોર્ટલ પર મધ્યરાત્રિ સુધીમાં પરિણામ અપલોડ કરવાનો પ્રયાસ કરીશું, જો કોઈ તકનીકી ખામીઓ હશે, તો ચોક્કસપણે પરિણામ શનિવારની સવારે અપલોડ કરવામાં આવશે.

JEE Main 2021 Result

એકવાર પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર પરિણામ જોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, જુલાઈ મહિનામાં 20, 22, 25 અને 27 તારીખના રોજ JEE મેઇન્સની પરીક્ષા 3થી વધુ ઉમેદવારોએ આપી હતી.

JEE Main Result 2021 : પરિણામ કેવી રીતે ચેક કરશો

- પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ સૌથી પહેલા jeemain.nta.nic.in વેબસાઇટ ખોલની

- વેબસાઇટના હોમ પેજ પર 'JEE Main Result 2021' લિંક પર ક્લિક કરો

- જે બાદ પોતાની વિગતો દાખલ કરો અને સબમિટ કરો

- પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે

JEE સેશન 4ની પરીક્ષા ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં યોજાશે

ઉલ્લેખનીય છે કે, સેશન 3ના પરિણામ બાદ સેશન 4ની પરીક્ષા 26, 27 અને 31 ઓગસ્ટ તેમજ 1 અને 2 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. જે માટેનું એડમિટ કાર્ડ ટૂંક સમયમાં આપવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X