For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RRB NTPC Admit Card 2020: જલદી જ જાહેર થશે એડમિટ કાર્ડ, જાણો જરૂરી અપડેટ

RRB NTPC Admit Card 2020: જલદી જ જાહેર થશે એડમિટ કાર્ડ, જાણો જરૂરી અપડેટ

|
Google Oneindia Gujarati News

RRB NTPC Admit Card 2020: રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ એનટીપીસી સ્ટેજ 1 પરીક્ષા 2019ના એડમીટ કાર્ડ જલદી જ જાહેર થઈ જશે. આ એડમિટ કાર્ડ આરઆરબીની સત્તાવાર વેબસાઈટ rrbcdg.gov.in પર જાહેર કરવામાં આવશે. અગાઉ આ વાતની જાણકારી મળી હતી કે આ કોમ્પ્યૂટર આધારિત પરીક્ષાના સ્ટેજ 1નું આયોજન 28 ડિસેમ્બર 2020થી શરૂ થશે. એવામાં હવે જાણકારી સામે આવી છે કે એડમિટ કાર્ડ પરીક્ષાથી ચાર દિવસ પહેલાં જાહેર કરવામાં આવી શકે છે.

RRB NTPC Admit Card 2020

એડમિટ કાર્ડમાં પરીક્ષા કેન્દ્ર, શહેર અને મૉક ટેસ્ટની લિંક પણ હશે. એવી જાણકારી સામે આવી છે કે બોર્ડે કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતાં ઉમેદવારોને તેમની પસંદના પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યાં છે. જો કે પરીક્ષા કેન્દ્ર શહેરથી બહાર પણ આપવામાં આવી શકે છે. પરીક્ષા કેન્દ્ર અને શહેરની જાણકારી સહિત અન્ય તમામ વાતો જાણવા માટે ઉમેદવારોને પોતાના રજિસ્ટ્રેશન નંબરની જરૂરત પડશે. આની સાથે જ જે આરક્ષિત વર્ગના ઉમેદવારોએ મફત યાત્રા માટે ટ્રાવેલ પાસ આપવાની માંગ કરી હતી, તેમને એડમિટ કાર્ડની સાથે જ આ પાસ પણ આપવામાં આવશે.

ટ્રાવેલ પાસનો લાભ એ હશે કે ઉમેદવારોએ અલગથી ટિકિટ નહી ખરીદવી પડે અને જ્યાં તેમનું પરીક્ષા કેન્દ્ર છે, ત્યાં સુધી તેઓ સુવિધાનજક રીતે પહોંચી શકશે. ઉમેદવારોની સુવિધા માટે રેલવે વિશેષ ટ્રેન પણ ચલાવશે. જાણકારી માટે જણાવી દઈએ કે એનટીપીસી સ્ટેજ 1 પરીક્ષામાં ત્રણ સેશન રમાશે. જેમાંથી પહેલા સેશનમાં સામાન્ય જ્ઞાન-40 પ્રશ્ન, ગણિત-30 પ્રશ્ન અને સામાન્ય બુદ્ધિ અને તર્ક- 30 પ્રશ્ન સંબંધિત પ્રશ્નો હશે. હરેક પ્રશ્નનો એક માર્ક હશે અને પેપર કુલ 100 માર્કનું હશે.

English summary
RRB NTPC Admit Card 2020: Admit Card will be released soon, know the required update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X