For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીએસસી, એમએસસી સહિતની ઓફલાઈન પરીક્ષાઓનું ટાઈમટેબલ કરાયુ જાહેર

15 જુલાઈથી શરૂ થતી પરીક્ષાઓનુ ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ કોરોના સંક્રમણની બીજી લહેર કાબુમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા લેવાનુ જાહેર કરવામાં આવ્યુ. હાલમાં 15 જુલાઈથી શરૂ થતી પરીક્ષાઓનુ ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યુ છે. જે મુજબ બીએસસીની પરીક્ષા 15 જુલાઈથી 17 જુલાઈ દરમિયાન તેમજ એમએસસીની પરીક્ષા 15 જુલાઈથી 19 જુલાઈ દરમિયાન લેવામાં આવનાર છે. વળી, એમ.બી.એ, એમ.એ., એમ.કોમ., એમ.એસ.સી.(હોમ સાયન્સ), પી.જી.ડી.સી.એ.ની પરીક્ષાઓ પણ 15 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. જેનુ ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યુ છે.

saurashtra uni

તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાનાર પરીક્ષાઓ માટે કોરોના ગાઈડલાઈનનુ ચુસ્તપણે પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરીને તેમજ વિદ્યાર્થીઓની સલામતીનુ ધ્યાન રાખીને પરીક્ષા લેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. એક બેંચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીનુ થર્મલ સ્ક્રીનિંગ અને સેનિટાઈઝ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 8 જુલાઈ અને 22 જુલાઈ એમ બે તબક્કામાં ઑફલાઈન પરીક્ષાઓ યોજાવાની છે જેમાં સ્નાતક, અનુસ્નાતકના રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જેમાં અંદાજિત 29,914 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પ્રથમ તબક્કામાં 33 હજાર જ્યારે બીજા તબક્કામાં 33 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. UG, PG અને એક્સટર્નલના કુલ 65 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

English summary
Saurashtra University's offline exams date announced
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X