જોક્સ: કોઇ છોકરો ગર્લ્સ હોસ્ટેલમાં જતો પકડાયો તો..
શિક્ષક- જો કોઇ છોકરો ગર્લ્સ હોસ્ટેલમાં જતો પકડાયો તો તેને 100 રૂપિયાનો ફાઇન ભરવો પડશે. બીજી વાર ગયો તો 200 રૂપિયા અને ત્રીજી વાર જતો પકડાયો તો 500 રૂપિયાનો ફાઇન ભરવો પડશે.
ગુજ્જુ ભાઇ- અને બેન, આખા મહિનાનો પાસ કઢાવો હોય તો કેટલા થશે???
----------
એક રિચર્સ દ્વારા જાણવા મળ્યું છે કે કબડ્ડી સંપૂર્ણપણે ભારતીય ખેલ છે. કારણ કે....
.
.
.
તેમાં બધા લોકો મળીને એક તેવા વ્યક્તિને નીચે પાડવા માંગતા હોય છે જે બિચારાએ કંઇક કરવાની પહેલ કરી હોય છે.

આપણે બધાને શર્મ આવવી જોઇએ કારણ કે
.
.
.
.
.
આપણાથી તો વધારે વખત મોદી અને ઓબામા એકબીજાથી મળે છે.
આ જ વર્ષમાં ત્રણ વાર મોદી અને ઓબામા મળ્યા. આટલી વારમાં તો મા-બાપ બેંગ્લોર રહેતા તેમના પુત્રને પણ નથી મળતા...
અરે આબોમાના બાળકોય, હવે તો કહેવા લાગ્યા છે કે "દિલ્હી વાળા કાકા આવી ગયા!!!"
--------
છોકરીઓ ભાવ ખાય છે
છોકરાઓ ધોકો ખાય છે
પોલિસ લાંચ ખાય છે
નેતા માલ ખાય છે
ખેડૂત ઝેર ખાય છે
જવાન ગોળી ખાય છે
કોણ કે છે ભારત ભૂખે મરી રહ્યું છે!!!!












Click it and Unblock the Notifications
