keyboard_backspace

junagadh independence day : સરદાર પટેલ જૂનાગઢની સામે કયું રાજ્ય પાકિસ્તાનને આપવાના હતા?

ભારત 15 ઓગસ્ટ, 1947ના દિવસે આઝાદ થયુ હતુ. પણ શું તમે જાણો છો? ત્રણ રિયાસત એ સમયે ભારતમાં જોડાઇ ન હતી. આ ત્રણ રિયાસતમાં જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરનો સમાવેશ થાય છે.

Google Oneindia Gujarati News

junagadh independence day : ભારત 15 ઓગસ્ટ, 1947ના દિવસે આઝાદ થયુ હતુ. પણ શું તમે જાણો છો? ત્રણ રિયાસત એ સમયે ભારતમાં જોડાઇ ન હતી. આ ત્રણ રિયાસતમાં જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરનો સમાવેશ થાય છે. આ ત્રણ રિયાસતમાં જૂનાગઢ અને હૈદરાબાદમાં 80થી 85 ટકા વસ્તી હિન્દૂ હતી, જ્યારે બાદશાહ મુસ્લીમ હતા. કશ્મીરમાં તેનાથી ઉલટુ કશ્મીરના રાજા હિન્દૂ હતા જ્યારે ત્યાની બહુમત પ્રજા મુસ્લીમ હતી.

junagadh independence day

સંબંધિત સમયે અંગ્રેજોએ ઈન્ડિયન ઈન્ડિપેન્ડેન્ટ એક્ટ, 1947 લાગુ કર્યો હતો, જે મુજબ લૈપ્સ ઓફ પૈરામાઉન્સી ઓપ્શન આપવામાં આવ્યો હતો. એટલે કે જો રિયાસતનો રાજા ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવા ઇચ્છે તો જોડાઇ શકે છે અથવા તો તે પોતે સ્વતંત્ર રહેવા માટે પણ સ્વતંત્ર છે.

ગાધીજીના પૌત્ર અને ઈતિહાસકાર રાજમોહન ગાંધી પોતાના પુસ્તક 'સરદાર એક સમર્પિત જીવન'માં લખ્યું છે કે, સરદાર પટેલને કાશ્મીરમાં કોઈ ખાસ રસ ન હતો.

તેમણે જૂનાગઢના બદલામાં જિન્હાને કાશ્મીર આપવાની વાત પણ કહી હતી, પરંતુ બાદમાં સરદારનો કાશ્મીરને લઈને વિચાર બદલાયો હતો. સરદાર ખુદ કાશ્મીર સમસ્યાને માથાનો દુઃખાવો માનતા હતા.

જો જિન્હા જૂનાગઢ અને હૈદરાબાદને લઈને વિવાદ ન કરતા, તો કદાચ કાશ્મીર પાકિસ્તાનને મળી ગયુ હોત. જિન્હાએ આ કરારને નકારી દીધો હતો. જૂનાગઢની સિયાસતની પરિસ્થિતિને જોતા લોકોમાં રોષ પણ વધી રહ્યો હતો.

સરદાર પટેલ જૂનાગઢને લઈ કોઈ વિવાદિત નિર્ણય લેવા માંગતા ન હતા અને તેઓ ઇચ્છતા હતા કે જૂનાગઢના લોકો જ પોતાની લડાઈ જાતે લડે. જો જૂનાગઢના લોકો અને ત્યાના પ્રતિનિધિ અવાજ ઉઠાવશે, તો જ જૂનાગઢ ભારતનો જ ભાગ બનશે.

8 નવેમ્બરના રોજ ભૂટ્ટોએ દરખાસ્ત આપી કે, આરજી હુકુમત નહી, પરંતુ સરકાર જૂનાગઢનો સંપૂર્ણ હિસ્સો લઈ લે અને એ આધાર પર 9 નવેમ્બર, 1947ના દિવસે જૂનાગઢનું ભારત સાથે જોડાણ કરવામાં આવ્યુ હતું. વાત તો આરજી હુકુમતની હતી, પરંતુ ભુટ્ટોએ તો સંપૂર્ણ જૂનાગઢ સોંપી દીધુ હતું અને તેથી 9 નવેમ્બરના રોજ જૂનાગઢ ભારત સાથે જોડાયું હતું.

સરદાર પટેલ ન હતા ઇચ્છતા કે, જનમત સંગ્રહ કરાવવામાં આવે છતાં પણ જનમત સંગ્રહ કરાવવામાં આવ્યો અને સરદારની નારાજગીને નજર અંદાજ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 20 ફેબ્રુઆરી, 1948ના રોજ જૂનાગઢનો જનમત સંગ્રહ કરાવવામાં આવ્યો હતો. જેમાં 2 લાખ એક હજાર 447 મત ભારતની તરફેણમાં પડ્યા અને માત્ર 97 મત પાકિસ્તાન તરફ પડ્યા હતા. આમ લાંબા સંઘર્ષ અને પ્રજાની મરજીને કારણે જૂનાગઢ ભારતનું અભિન્ન અંગ બન્યું.

English summary
junagadh independence day: Find out which state Sardar Patel was to give to Pakistan in exchange for Junagadh?
Related News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X