Mahaveer Jayanti 2022: આજે મહાવીર જયંતિ, જાણો ઈતિહાસ, મહત્વ, વિચારો અને સંદેશ
નવી દિલ્લીઃ અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્તેય જેવા અનમોલ વિચારો આપનાર ભગવાન મહાવીરની જયંતિ આજે 14 એપ્રિલ, 2022ના રોજ મનાવવામાં આવશે. જૈન ધર્મના લોકો મહાવીર જયંતિનો પર્વ ભગવાન મહાવીરના જન્મના અવસર પર મનાવે છે. જૈન ધર્મના 24માં તીર્થંકરની પ્રેમમયી સ્મૃતિમાં દુનિયાભરમાં જૈન ધર્મનુ અનુસરણ કરતા લોકો આ દિવસને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે મનાવે છે. ભગવાન મહાવીર જૈન ધર્મના અંતિમ આધ્યાત્મિક ગુરુ હતા. ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર મહાવીર જયંતિ માર્ચ કે એપ્રિલ મહિનામાં મનાવવામાં આવે છે. આ વખતે મહાવીર જયંતિ 14 એપ્રિલના રોજ મનાવવામાં આવી રહી છે.

મહાવીર જયંતિનો ઈતિહાસ અને મહત્વ
ભગવાન મહાવીર સ્વામીનો જન્મ ચૈત્ર મહિનાના 13માં દિવસે એટલે કે તેરસના દિવસે બિહારના કુંડગ્રામ/કુંડલપુર વૈશાલીમાં થયો હતો. જૈન ધર્મના 24માં તીર્થંકર ભગવાન મહાવીરને વર્ધમાન નામથી ઓળખવામાં આવતા હતા. ભગવાન મહાવીરનો જન્મ 6ઠ્ઠી સદી ઈસ પૂર્વે રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાના ઘરમાં થયો હતો. બાળપણથી જ ભગવાન મહાવીરનુ મન ધ્યાન અને ધર્મમાં ખૂબ લાગતુ હતુ. ભગવાન મહાવીરે 30 વર્ષની વયે સાંસારિક મોહ ત્યજીને આધ્યાત્મિક માર્ગ અપનાવીને પોતાનુ રાજ્ય, સિંહાસન બધાનો ત્યાગ કર્યો હતો.

ભગવાન મહાવીરના પ્રેરણાદાયક વિચારો
અહીંસા - ભગવાન મહાવીરે લોકોને અહિંસાના માર્ગે ચાલવાની શીખ આપી.
સત્ય - ભગવાન મહાવીરે સદા સત્ય બોલવા અને સત્યના માર્ગે ચાલવાનો ઉપદેશ આપ્યો.
અસ્તેય - ભગવાન મહાવીરે લોકોને શીખવ્યુ કે આપણે હંમેશા ઈમાનદાર રહેવુ જોઈએ. આપણે ક્યારેય ચોરી ન કરવી જોઈએ.
બ્રહ્મચર્ય - કામુક સુખોમાં લિપ્ત ન થઈને હંમેશા સદાચારી રહો.
અપરિગ્રહ - ભગવાન મહાવીરે લોકોને બિન -ભૌતિક વસ્તુઓથી ન જોડાવાનો ઉપદેશ આપ્યો.

મહાવીર જયંતિ 2022 પર શુભકામના સંદેશ
- વ્યક્તિ પોતાના વિચારોથી નિર્મિત એક પ્રાણી છે તે જે વિચારે છે તે જ બની જાય છે. મહાવીર જયંતિની હાર્દિક શુભકામના.
- તમારા આત્માથી પરે કોઈ પણ શત્રુ નથી, અસલી શત્રુ તમારી અંદર રહે છે, તે શત્રુ ક્રોધ, ઘમંડ, લાલચ, અશક્તિ અને નફરત છે. મહાવીર જયંતિની અનંત શુભકામના.
- અહિંસા સૌથી મોટો ધર્મ છે. સ્વયં જીવો અને બીજાને જીવવા દો. આ સુખ અને શાંતિનુ મૂળ છે. ભગવાન મહાવીરની જય.
- અરિહંતની બોલી, સિદ્ધોનો સાર, આચાર્યોના પાઠ, સાધુઓનો સાથ, અહિંસાનો પ્રચાર, તમને મહાવીર જયંતિની શુભકામના.
- કોઈનુ દિલ દુભાવવાનુ આપણે મહાવીને નથી શીખવ્યુ, જે બીજાની સેવા કરે, તે જ જૈન કહેવાય. ભગવાન મહાવીર જયંતિની શુભકામનાઓ.
- હે ભગવાન મહાવીર! તુ કરે છે એ જે તુ ઈચ્છે છે પરંતુ થાય છે એ જે હું ઈચ્છુ છુ, તુ એ કર જે હું ઈચ્છુ છુ, પછી એ થશે જે તુ ઈચ્છે છે. હેપ્પી મહાવીર જયંતિ.
- ધર્મમાં દેખાડો ન હોવો જોઈએ કારણકે દેખાડાથી સદા દુઃખ થાય છે માટે ક્યારેય દેખાડો ન કરવો. હેપ્પી મહાવીર જયંતિ.
- મહાવીર જેમનુ નામ છે, પાલિતાણા જેમનુ ધામ છે, અહિંસા જેમનો નારો છે, એવા ત્રિશલા નંદનને લાખ પ્રણામ અમારા છે!
- આમનાથી શીખો -
સેવા - શ્રવણથી
મિત્રતા - કૃષ્ણથી
મર્યાદા - રામથી
દાન - કર્ણથી
લક્ષ્ય - એકલવ્યથી
અહિંસા - બુદ્ધથી
તપ - મહાવીરથી