PICS: નવાઝુદ્દીન સિદ્દીકીની 10 ફિલ્મો!

નવાઝુદ્દીન સિદ્દીકી બોલીવુડના એક એવા અભિનેતા જેમની ઉંચાઈ સુધી પહોંચવાની મહેનત સાફ જોઈ શકાય છે. આજે દરેક સ્ટાર સાથે તેમની ફિલ્મો આવે છે, દર્શકોની સરાહનના મળે છે, સાથે જ ડિરેક્ટર્સ તેમને ફિલ્મમાં લેવા માટે આતુર હોય છે. પણ આ સફર તેમના માટે આસાન નહતી.

નવાઝુદ્દીનને કઈ ફિલ્મથી દર્શકોએ પસંદ કર્યા તે કહેવું મુશ્કેલ છે. કોઈ ગેગ્સ ઓફ વાસેપુરનું નામ લેશે તો કોઈ કહાનીનું...પરંતુ આપને જણાવી દઈએ કે આ પહેલા પણ તેઓ લગભગ ડઝન જેટલી ફિલ્મોમાં જોવા મળ્યાં છે. હા, એ વાત અલગ છે કે સ્ટાર્સની ભીડમાં તેમને નજર અંદાજ કરવામાં આવ્યા.

સરફરોશ

સરફરોશ

જી હા નવાઝુદ્દીનને શરૂઆતના દિવસોમાં જ બોલીવુડ સ્ટાર આમીર ખાન સાથે કામ કરવાની તક મળી હતી. ફિલ્મ સરફરોશમાં નવાઝ ક્રિમીનલના રૂપમાં જોવા મળ્યાં હતા.

શૂલ

શૂલ

કહેવાય છે કે ટીપે ટીપે સરોવર ભરાય. બસ, નવાઝુદ્દીને પણ નાના નાના રોલ કરીને આ ઓળખ મેળવી છે. ફિલ્મ શુલમાં તેઓ એક વેઈટરના રોલમાં જોવા મળ્યાં હતા.

મુન્નાભાઈ MBBS

મુન્નાભાઈ MBBS

નવાઝ સુપરહીટ ફિલ્મ મુન્નાભાઈ MBBSનો હિસ્સો પણ રહી ચૂક્યાં છે. યાદ આવ્યું એ પોકેટમારનો ચહેરો કે જેને સંજય દત્ત સ્ટેશન પર પકડે છે. જી હા એ પોકેટમાર નવાઝ જ હતા.

આજા નચલે

આજા નચલે

આજા નચલેમાં નવાઝ માધુરીના હેલ્પરની ભૂમિકામાં જોવા મળે છે. જે ડાન્સ એકેડેમી શરૂ કરવા માટે માધુરીની મદદ કરે છે.

બ્લેક ફ્રાઈડે

બ્લેક ફ્રાઈડે

અનુરાગ કશ્યપની આ ફિલ્મમાં જો તમે નવાઝુદ્દીન સિદ્દીકીને ન જોયો હોય તો, ફિલ્મ ફરી એક વખત જોવી પડે. નવાઝ આમા પણ ક્રિમીનલના રોલમાં નજરે પડે છે. જેમાં પોલીસ તેમને પકડે છે.

ન્યૂયોર્ક

ન્યૂયોર્ક

કેટરીના કૈફ અને જોન અબ્રાહમની આ ફિલ્મમાં કદાચ જ કોઈએ આ અભિનેતા પર ધ્યાન આપ્યું હશે. આ ફિલ્મમાં નવાઝ એક સીનમાં હતા, જેમાં તેમની પૂછપરછ કરવામાં આવે છે.

ફિરાક

ફિરાક

નંદિતા દાસની આ ફિલ્મને ઘણી સરાહના મળી હતી. નવાઝુદ્દીન સિદ્દીકી અને સાહના ગોસ્વામી એક કપલના રોલમાં નજરે પડ્યાં હતા.

પીપલી લાઈવ

પીપલી લાઈવ

શું તમને યાદ છે આ ફિલ્મમાં નવાઝુદ્દીન રાકેશ કપૂરના રોલમાં જોવા મળ્યાં હતા.?

પાન સિંહ તોમર

પાન સિંહ તોમર

ફિલ્મ પાન સિંહ તોમરમાં ઈરફાન ખાનની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી પણ હતા. જી હા યાદ આવ્યું પેલું ગોપી નામનું પાત્ર

મનોરમા 60 ફીટ અંડર

મનોરમા 60 ફીટ અંડર

અભય દેઓલની આ ફિલ્મમાં નવાઝ નેગેટીવ રોલમાં જોવા મળે છે. જેનો અંદાજ ફોટા પરથી લગાવી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X