બોલીવૂડ 10 મિસ-મેચ જોડીઓ જે બની ગઇ સુપર હિટ જોડીઓ

સામાન્ય કાજોલ અને શાહરૂખ ખાનને કે પછી અમિતાભ બચ્ચન અને રેખાને રૂપેરીની પડદાની મોસ્ટ રોમાન્ટિક અને બેસ્ટ જોડીઓ માનવામાં આવે છે. અને લોકો પણ આ જોડીઓને વારંવાર ઓનસ્ક્રીન જોવા માંગે છે. પણ તેમ છતાં કેટલીક તેવી પણ જોડીઓ છે જેને તમે સપનામાં પણ જોડી તરીકે નહીં વિચારી શકો. તેમ છતાં આવી જોડીએ રૂપેરી પડદે આવી છે અને સુપરહિટ પણ સાબિત થઇ છે. જે ખરેખરમાં નવાઇની વાત છે.

અત્યાર સુધીમાં આપણા રૂપેરી પડદે એકબીજા સાથે પરફેક્ટ દેખાતી જોડીઓને વધુ પસંદ કરવામાં આવી છે પણ કેટલાક ડાયરેક્ટોએ બીનરૂઢીવાદી જોડીઓને પણ રૂપેરી પડદે બતાવાની હિંમત પણ કરી છે અને સફળ પણ રહ્યા છે. ત્યારે આજે કેટલીક તેવી જ અતરંગી જોડીઓની વાત કરશું. જેમ કે હાલમાં જ સોહિલ ખાન તેની નવી ફિલ્મ નવાઝુદ્દિન સિદ્દકી અને સની લિયોનીને સાઇન કર્યા છે. તો કરીના અને અર્જૂન કપૂર પણ સાથે દેખાવાના છે ત્યારે આવી અનોખી જોડીઓ વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

નિશબ્દ

નિશબ્દ

જ્યારે રૂપેરી પડદે 65 વર્ષના અમિતાભ બચ્ચનને માત્ર 19 જ વર્ષની જીહા ખાન પર આકર્ષિત થતા નિશબ્દમાં લોકોએ દેખ્યા ત્યારે લોકો એક મિનિટ માટે થઇ ગયું કે અમિતાભે આવો રોલ કેમ કર્યો? વળી વિવાદ પણ થયો પણ તેમ છતાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું જે બતાવે છે કે એક્સપરિમેન્ટ કરતા રહેવું જોઇએ.

ચીની કમ

ચીની કમ

ત્યાં જ અમિતાભ બચ્ચન અને તબ્બુના રોમાન્સ પણ ચીન કમમાં એકબીજા સાથે રોમાન્સ કરતા જોઇને લોકોને નવાઇ લાગી ખરા પણ તેમણે આ પ્રેમકહાનીને અપનાવી ખરા!

વેક અપ સિડ

વેક અપ સિડ

રણબીરની અપોજીટમાં કોકણા સેન?? આવું વિચારવું પણ જ્યાં કોઇના માટે શક્ય નથી ત્યાં કરણ જોહર આવી વિચારીને એક અદ્ધભૂત ફિલ્મ આપી વેક અપ સિડ. જેમાં લોકોને આ બન્નેની જોડી ગમી.

ડર્ટી પિકચર

ડર્ટી પિકચર

ડર્ટી પિક્ચરમાં નસરુદ્દીન શાહને વિદ્યા બાલની જોડી વિચારસીમાની પણ બહારની હતી. તેમ છતાં આ ફિલ્મે સારું પ્રદર્શન કર્યું અને સુપરહિટ સાબિત થઇ.

પીકું

પીકું

બ્યૂટિફૂલ અને ગ્લેમર દિપીકા પાદુકોણ અને ઇરફાન ખાન જોડી ખરેખરમાં અજીબ લાગે પણ આ જોડીએ પણ પીકૂ જેવી હિટ ફિલ્મ આપી છે.

કિ એન્ડ કા

કિ એન્ડ કા

તો કરીના કપૂર અને અર્જૂન કપૂરની આવનારી ફિલ્મ કી અને કા પણ એક અનોખી જોડી રૂપેરી પડદે જોવા મળશે.

ઉડતા પંજાબ

ઉડતા પંજાબ

ઉડતા પંજાબમાં કરીના કપૂર અને દિલજીત દોસાંઝ પણ સાથે દેખાવાના છે. દિલજીત ભલે પંજાબના એક જાણીતા હિરો હોય પણ તેની અને કરીનાની ઉંમરમાં ફર્ક છે.

એ દિલ હૈ મુશ્કિલ

એ દિલ હૈ મુશ્કિલ

તો એ દિલ હૈ મુશ્કિલમાં રણબીર અને ઐશ્વર્યા રાય સાથે દેખાવાના છે. અને તે વાત તો બધા જ જાણે છે રણબીર ઐશ્વર્યાથી કેટલો નાનો છે.

સની અને નવાઝુદ્દીન

સની અને નવાઝુદ્દીન

તો સોહિલ ખાન તેમની આવનારી ફિલ્મમાં સની લિયોની અને નવાઝુદ્દિન સિદ્દકીને લેવાનું વિચારી રહ્યા છે. જે પણ એક બિલકુલ હટ કે જોડી છે ત્યારે રૂપેરી પડદે આ અનોખી જોડીઓ હિટ સાબિત થાય છે કે કેમ તે તો જોવું જ રહ્યું.

શાહરૂખ અને આલિયા

શાહરૂખ અને આલિયા

તો ગૌરી સિંદેની આવનારી ફિલ્મમાં શાહરૂખ ખાન આલિયા ભટ્ટ જોડે ઇશ્ક લડાવતા જોવા મળે તેવી શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X