Pics : શાહિદ કપૂર-મીરાની "છોટી સી લવ સ્ટોરી"

આ સમાચાર સાંભળીને કદાચ લાખો છોકરીઓના દિલ તૂટી જાય પણ આ વાત સો ટકા સાચી છે કે બોલીવૂડના મોસ્ટ એલિજિબલ બેચલર શાહિદ કપૂરના લગ્ન થવાના છે. અને જો ખબરીઓની ખબર સાચી પડે તો શાહિદ કપૂર આ જૂનમાં જ વરધોડે ચઢી જશે.

શાહિદની દુલ્હનિયા બનવાની છે દિલ્હીની મીરા રાજપૂત. પણ શું તમને ખબર છે કે શાહિદ મીરા કરતા 13 વર્ષનો મોટો છે? જો કે પ્રેમ એક એવી વસ્તુ છે જે ના ઉંમર દેખે છે ના રંગરૂપ અને આવું જ કંઇક બોલીવૂડ એક્ટર શાહિદ કપૂર અને મીરા રાજપૂત વચ્ચે થયું છે.

તો છે શાહિદ અને મીરા રાજપૂતની લવ સ્ટોરી. કેવી રીતે આ બન્ને મળ્યા અને કેવી રીતે આ બન્ને પ્રેમમાં પડ્યા. આ તમામ મસાલેદાર ખબરો અમે તમને આપશું આ ફોટો સ્લાઇડરમાં.

પ્રથમ મુલાકાત

પ્રથમ મુલાકાત

શાહિદ કપૂર અને પંકજ કપૂર રાધા સ્વામી ધાર્મિક સમૂહના ફૉલોવર છે. અને તે બન્ને આ સંત્સંગોમાં ભાગ લેતા રહે છે ત્યાં જ પહેલી વાર મીરાને શાહિદ એક બીજાને પહેલીવાર મળ્યા અને પછી મળવાનો આ સિલસિલા વધતો ગયો.

મેં તેરી, તૂં મેરા

મેં તેરી, તૂં મેરા

શાહિદ કપૂરે થોડા સમય પહેલા મિડિયામાં કહ્યું હતું કે તેમનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની છોકરીઓથી મન ઉઠી ગયું છે. તે લગ્ન કોઇ નોનફિલ્મ છોકરી જોડે કરશે. ત્યારે જ તો અફવા એ પણ છે કે 14 જાન્યુઆરીએ જ શાહિદ અને મીરાના લગ્ન થઇ ગયા હતા.

સાત સમુદ્ર પાર લગ્ન

સાત સમુદ્ર પાર લગ્ન

શાહિદ કપૂર મીરા સાથે સાત સમુદ્ર પાર કોઇ સુંદર આયલેન્ડ પર લગ્ન કરવાના છે. બન્નેના પરિવારજનો ઇચ્છે છે કે મીડિયાથી દૂર આ લગ્ન થાય.

પ્રેમનો મહેલ

પ્રેમનો મહેલ

શાહિદ કપૂરે મીરા માટે જૂહુમાં એક નવું ઘર લીધું છે. તો બીજી તરફ મીરા હાલ મુંબઇમાં છે. જ્યાં તે તેમનું આ સપનાની ઘરને સજાવી રહી છે.

બેન્ડ બાઝા બારાતી

બેન્ડ બાઝા બારાતી

પહેલા સમાચાર આવ્યા હતા કે ડિસેમ્બરમાં શાહિદ અને મીરા રાજપૂતના લગ્ન થવાના છે પણ સુત્રોની ખબર તે છે આ બન્ને જૂનમાં જ લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.

બોલીવૂડએ આપી બધાઇ

બોલીવૂડએ આપી બધાઇ

શાહિદ કપૂરના લગ્નને લઇને બોલીવૂડ પણ છે ખુશ. શાહિદની ક્લોઝ ફ્રેન્ડ દિપીકા પાદુકોણે ખાસ શાહિદના ઘરે જઇને તેને પાઠવી શુભેચ્છા.

મીરાની મુશ્કેલી

મીરાની મુશ્કેલી

મીરાના પરિવારને ફિલ્મી ચમક દમકની આદત નથી. માટે જ મીરાએ પોતાના કેટલાક ફેન્ડથી બનાવી દીધી છે દૂરી. મીરાનો પરિવાર નથી ઇચ્છતો કે તે કોઇ પણ પ્રકારના ખોટા વિવોદામાં પડે.

પાસ્ટ ઇઝ પાસ્ટ

પાસ્ટ ઇઝ પાસ્ટ

શાહિદ કપૂરની લાઇફમાં જેમ પહેલા કરિના કપૂર હતી તે જ રીતે મીરા રાજપૂતની લાઇફમાં પણ હતો આદિત્ય લાલ જેની જોડે મીરાનું હતું અફેર પણ હવે તે બન્ને આ પાસ્ટને ભૂલાવી ચૂક્યા છે અને ભવિષ્યમાં શાહિદ અને મીરા એકબીજાની જોડે રહેવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X