મુસીબતમાં ફસાઈ અક્ષય કુમાર ની બિગ બજેટ ફિલ્મ, ફેન્સ નિરાશ

Posted By:
Subscribe to Oneindia News

ફિલ્મ રોબોટની સિક્વલ 2.0 ઘ્વારા અક્ષય કુમાર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે. રજનીકાંત સાથે તેમની જોડી અને સુપર બિગ બજેટ ફિલ્મ હોવાથી ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ ફિલ્મ છેલ્લા કેટલાક મહિનાથી પાછી ઠેલાઇ રહી છે.

વર્ષ 2017 દિવાળી થી ફિલ્મ રિલીઝ આગળ વધીને એપ્રિલ 2018 દરમિયાન ફાઇનલ થયી. પરંતુ મળતી માહિતી અનુસાર ફિલ્મ એપ્રિલ 2018 દરમિયાન પણ રિલીઝ થવા માટે તૈયાર નથી. ફિલ્મમાં હજુ પણ સ્પેશ્યલ ફફેક્ટનું ઘણું કામ બાકી છે જેના કારણે ફિલ્મ દિવાળી સુધી પાછળ ઠેલાઇ શકે છે.

પરંતુ હવે ફિલ્મના નિર્દેશક અને નિર્માતાઓ વચ્ચે મામલો ગરમ થઇ ચુક્યો છે. ફિલ્મના નિર્માતાઓ નું કહેવું છે કે ફિલ્મ કોઈ પણ રીતે એપ્રિલમાં રિલીઝ થવી જોઈએ કારણકે ફિલ્મ વારંવાર પાછી ઠેલાવવાથી ખુબ જ નુકશાન થઇ રહ્યું છે.

રોબોટ 2

રોબોટ 2

શંકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રજનીકાંત, અક્ષય કુમાર અને એમી જેક્શન મુખ્ય રોલમાં છે. આ ફિલ્મમાં એ આર રહેમાન મ્યુઝિક આપી રહ્યા છે.

450 કરોડની ફિલ્મ

450 કરોડની ફિલ્મ

450 કરોડના ભારે બજેટવાળી ફિલ્મથી લોકોને ઘણી આશા છે. ક્યાંક એવું પણ માનવામાં આવે છે કે ફિલ્મ બાહુબલી કરતા પણ વધારે ધમાકેદાર હશે. ફિલ્મનું એક્શન ચોક્કસ ધમાકેદાર હશે.

બાહુબલી કરતા પણ મોટી ફિલ્મ

બાહુબલી કરતા પણ મોટી ફિલ્મ

ચીનમાં પણ ફિલ્મને મોટા પાયે રિલીઝ પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ તામિલનાડુ માં પણ સ્ક્રીન વધારવાની તૈયારી ચાલી રહી છે. ફિલ્મ તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે. જેના કારણે ડિસ્ટ્રીબ્યુટરોને આશા છે કે ફિલ્મ બાહુબલી 2 કરતા પણ વધારે કમાણી કરશે.

રિલીઝ પહેલા જ 200 કરોડ

રિલીઝ પહેલા જ 200 કરોડ

ફિલ્મે રિલીઝ થતા પહેલા જ 190 કરોડની કમાણી કરી લીધી છે. એટલે કે ફિલ્મે પોતાનું બજેટ કાઢવા માટે 260 કરોડનું કલેક્શન કરવું રહેશે.

એકલી રિલીઝ

એકલી રિલીઝ

કોઈ પણ આ ફિલ્મ સામે ટક્કર લેવા નથી માંગતું. ત્યાં જ આટલું વખત પાછળ ઠેલાય પછી ફિલ્મ પણ વધારે સ્ક્રીન ઈચ્છે છે. ચોક્કસ ફિલ્મ સોલો રિલીઝ જ થશે.

દમદાર કાસ્ટ

દમદાર કાસ્ટ

ફિલ્મમાં રજનીકાંત અને અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ જોડી ખુબ જ સમજી વિચારીને લેવામાં આવી છે. સાઉથમાં રજનીકાંત ને કારણે ફિલ્મ ચાલશે અને નોર્થમાં અક્ષય કુમારને કારણે ફિલ્મ ચાલશે.

English summary
Rajnikanth- Akshay Kumar starrer 2.0 director Shankar and producers Lyca have a major fallout over the film’s release date.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.