હાર કર જીતને વાલે કો બાઝીગર કહતે હૈં... વીસ વરસ પૂરા!
મુંબઈ, 12 નવેમ્બર : બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાને 20 વર્ષ અગાઉ બાઝીગર ફિલ્મમાં વિલનનો રોલ કરી એક જોખમ લીધુ હતું અને તેનો ફાયદો આજે પણ તેમને મળી રહ્યો છે. શાહરુખે મંગળવારે ફિલ્મના નિર્માતાઓ અને સહ-કલાકારોનો આભાર વ્યક્ત કર્યો.

નોંધનીય છે કે બાઝીગર તેવી ફિલ્મોમાંની એક છે કે જેમાં શાહરુખ નેગેટિવ પાત્રમાં નજરે પડ્યા હતાં. શાહરુખ ખાન બાઝીગર ઉપરાંત અંજામ તથા ડર જેવી ફિલ્મોમાં પણ નેગેટિવ રોલમાં દેખાયા હતાં. શાહરુખ ખાન હાલ ફરાહ ખાનની હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં વ્યસ્ત છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણે ઉપરાંત સોનૂ સૂદ તથા બોમન ઈરાની પણ નજરે પડવાના છે.












Click it and Unblock the Notifications
