
જાણો કોણ બન્યું નેશનલ એવોર્ડ 2018 જીતવામાં બાહુબલી
65માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2018 ઘોષણા થઇ ચુકી છે. આ વર્ષે પણ બોલિવૂડની ઘણી ફિલ્મોએ પોતાની અગત્યની જગ્યા બનાવી છે. વર્ષ 2017 બેસ્ટ અભિનેત્રીનો ખિતાબ મોમ ફિલ્મ માટે શ્રીદેવીને મળ્યો છે. ત્યાં જ પંકજ ત્રિપાઠીને ન્યુટન ફિલ્મ માટે સ્પેશ્યલ મેન્શન એવોર્ડ મળ્યો છે. રાજકુમાર રાવની ફિલ્મ ન્યુટનને બેસ્ટ હિન્દી ફિલ્મથી સમ્માનિત કરવામાં આવી છે.
હવે જો વર્ષ 2017 વિશે જોવામાં આવે તો ઘણી ફિલ્મો દર્શકો ના દિલમાં પોતાની જગ્યા બનાવી ચુકી છે. ક્યાંક ને ક્યાંક અક્ષય કુમાર અને સલમાન ખાન ફેન્સને આશા હતી કે ટોયલેટ એક પ્રેમ કથા અને ટાઇગર ઝિંદા હૈ કોઈને કોઈ લિસ્ટમાં જરૂર હશે. પરંતુ બેસ્ટ કોરિયોગ્રાફી સિવાય અક્ષયની ફિલ્મને કોઈ પણ એવોર્ડ મળ્યો નહીં.
બાહુબલી 2 એવોર્ડ મામલે બાજી મારી ગયું છે. બાહુબલીને ત્રણ અલગ અલગ શ્રેણીમાં એવોર્ડ મળ્યા છે. આપને જણાવી દઈએ કે બધા જ વિજેતાઓને 3 મેં દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે રાષ્ટ્રીય પુરસ્કાર સમ્માન આપવામાં આવશે.
જાણો રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓની લિસ્ટ...

શ્રીદેવી
બેસ્ટ અભિનેત્રી - શ્રીદેવી (મોમ)

ન્યુટન
રાજકુમાર રાવની ફિલ્મ ન્યુટન ને બેસ્ટ હિન્દી ફિલ્મ માટે પસંદ કરવામાં આવી છે.

દિવ્યા દત્તા
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ફિમેલ) - દિવ્યા દત્તા (ફિલ્મ ઈરાદા)

પંકજ ત્રિપાઠી
સ્પેશ્યલ મેન્શન - પંકજ ત્રિપાઠી, ફિલ્મ ન્યુટન માટે

એ આર રહેમાન
બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર - એ આર રહેમાન, ફિલ્મ મોમ માટે

વિનોદ ખન્ના
દિવંગત અભિનેતા વિનોદ ખન્ના ને દાદા સાહબ ફાળકે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો.

બાહુબલી 2
બેસ્ટ એક્શન ડાયરેક્શન, બેસ્ટ સ્પેશ્યલ ઈફેક્ટ - બાહુબલી 2

બેસ્ટ પોપ્યુલર ફિલ્મ
મનોરંજનના બધા જ ભાગોમાં એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી: ધ કન્કલુઝન

ગણેશ આચાર્ય
બેસ્ટ કોરિયોગ્રાફી: ગણેશ આચાર્ય (ટોયલેટ એક પ્રેમ કથા - ગોરી તું લઠ માર)