અજય દેવગણનો ધમાકો, 7 દિવસ, 7 કારણ, જાણો કેમ જોવી જોઇએ શિવાય

Posted By:
Subscribe to Oneindia News

અજય દેવગણની ફિલ્મ શિવાય 28 ઓક્ટોબરના રોજ રિલિઝ થવાની છે. અજય દેવગણના તમામ ફેન્સ તો આ ફિલ્મની રાહ જોઇ જ રહ્યા છે. સાથે જ ફિલ્મ જાણકારો પણ આ ફિલ્મને લઇને ભારે આશાસ્પદ છે. ત્યારે તેવી તો કંઇ ખાસ વાતો છે આ ફિલ્મની જે માટે તમારે આ ફિલ્મ ફસ્ટ ડે ફસ્ટ શો જોવી જ જોઇએ. જાણો અહીં...

ઐશ્વર્યા-રણબીરના 6 નવા ફોટો વાયરલ. કેમ જરુર પડી આ ફોટોશૂટની

આ ફિલ્મની રિલિઝને હવે સાત દિવસની જ વાર છે. પહેલા જ અમે તમને તેવા 7 ખાસ કારણો જણાવી રહ્યા છીએ. જે આ ફિલ્મને બનાવી રહ્યા છે મસ્ટવોચ! જો કે શિવાય સુપર હિટ રહેશે તેની શક્યતા તો વધારે જ છે. ત્યારે તેને ફસ્ટ ડે ફસ્ટ શો હિટ કરવા પાછળ કયા કારણો જવાબદાર છે. વાંચો અહીં...

અજય દેવગણ

અજય દેવગણ

આ ફિલ્મનું સૌથી મોટું ફેક્ટર છે અજય દેવગણ. જે આ ફિલ્મના પ્રોડ્યૂસર પણ છે અને ડાયરેક્ટર પણ અને ફિલ્મના લીડ હિરો પણ. તો અજય દેવગણના તમામ ફેન્સ માટે તો આ ફિલ્મ એક જબરદસ્ત અવસર સમાન છે.

દિવાળી સેલિબ્રેશન

દિવાળી સેલિબ્રેશન

દિવાળી પર રિલિઝ થયેલી મોટી ભાગની ફિલ્મો હંમેશા સુપર ડૂપર હિટ રહેતી હોય છે. જેમ કે હેપ્પી ન્યૂયરે 44 કરોડની ઓપનિંગ આપી હતી. જેની પરથી જ તમે અંદાજો લગાવી શકો છો કે દિવાળી પર શિવાય કેટલી મોટી બમ્પર ઓપનિંગ કરી શકે છે.

એક્શનનો કમાલ

એક્શનનો કમાલ

અજય દેવગણ હોય અને એક્શન ના હોય તેવું તો બને જ નહીં. વળી આ ફિલ્મનું ટેલર જોઇને જ તમે જાણી શકો છો કે શિવાયમાં એક્શનનો તડકો બરાબર લગાવવામાં આવ્યો છે.

અદ્ધભૂત લોકેશન

અદ્ધભૂત લોકેશન

શિવાય સિનેમેટોગ્રાફી તરીકે પણ અદ્ધભૂત ફિલ્મ માનવામાં આવી રહી છે. ફિલ્મના લોકોશન પર પણ ભારે મહેનત કરવામાં આવી છે. અને ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદ, મસૂરી અને બુલ્ગેરિયામાં થયું છે.

હાઇપ

હાઇપ

આ ફિલ્મના પોસ્ટર રિલિઝથી ભારે હાઇપ ક્રિએટ કરવામાં આવી છે. વળી અજય દેવગણ 100 કરોડના ખર્ચે આ ફિલ્મ બનાવી છે. જે જોતા આ ફિલ્મમાં કંઇક તો દમ જરૂરથી હશે.

રોમાન્સ અને કોમેડી

રોમાન્સ અને કોમેડી

અજય દેવગણની ફિલ્મમાં થોડીક કોમેડી તો હંમેશા રહે જ છે. વળી આ ફિલ્મમાં પહેલીવાર અજય દેવગણ ઓનસ્ક્રીન કિસ કરતા જોવા મળશે. આમ રોમાન્સ અને કોમેડી બન્ને આ ફિલ્મને ખાસ બનાવી રહ્યા છે.

બે એક્ટ્રેસનો ડેબ્યૂ

બે એક્ટ્રેસનો ડેબ્યૂ

આ ફિલ્મ સાથે બે નવી એક્ટ્રેસ બોલીવૂડમાં પોતાના કેરિયરની શરૂઆત કરી રહી છે. એરિકા કાર પહેલા જ તેની સુંદરતાથી લોકોને તેના દિવાના બનાવી રહી છે. તો બીજી તરફ સાએશા સહગલ પણ આ ફિલ્મથી ફિલ્મોમાં પદાર્પણ કરવાની છે.

English summary
7 days to Ajay Devgan Shivaay, Know 7 reasons to watch the movie.
Please Wait while comments are loading...