• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તો શું પહેલેથી જ પરિણીત છે સુનૈના રોશનને પ્રેમ કરવાનો દાવો કરનાર રુહેલ અમીન?

|

હાલમાં બોલિવુડનો જાણીતો રોશન પરિવાર દીકરી સુનૈનાના કારણે વિવાદોમાં છે. સુનૈનાએ સોશિયલ મીડિયાનો સહારો લઈને પોતાના પિતા અને ભાઈ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુનૈનાનું કહેવુ છે કે તે એક મુસ્લિમ યુવકને પ્રેમ કરે છે પરંતુ તેના પરિવારને આ સંબંધ કબુલ નથી એટલા માટે એ તેના પર જુલમ કરી રહ્યા છે. તેને મારે-પીટે છે અને ઘરમાં કેદ કરીને રાખે છે. સુનૈનાનું કહેવુ હતુ કે તેના પપ્પા કહે છે કે હું જેને પ્રેમ કરુ છુ તે આતંકવાદી છે.

આ પણ વાંચોઃ પપ્પા અમિતાભે શેર કર્યો પોતાની લાડોનો બાળપણનો ફોટો, શરમથી લાલ થઈ શ્વેતા

પહેલેથી જ પરિણીત છે રુહેલ અમીન?

પહેલેથી જ પરિણીત છે રુહેલ અમીન?

વિવાદ વધતા સુનૈનાના તથાકથિત પ્રેમી જેમનુ નામ રુહેલ અમીન છે તે મીડિયા સામે આવ્યા અને તેમણે સુનૈનાની દરેક વાતનો સાચી ગણાવીને કહ્યુ કે હા, રોશન પરિવારને અમારો સંબંધ મંજૂર નથી અને તે સુનૈના સાથે ઘણો ખોટો વ્યવહાર કરી રહ્યા છે. રુહેલે આ સાથે જ રોશન ફેમિલી પર જાહિલપણાનો આરોપ લગાવ્યો હતો પરંતુ આ બબાલ વચ્ચે એક વધુ ચોંકાવનારી વાત સામે આવી છૈ અને તે એ કે એવુ કહેવામાં આવી રહ્યુ છે કે સુનૈનાને અનહદ પ્રેમ કરવાનો દાવો કરનાર રુહેલ અમીન પરિણીત છે.

તો આ છે વિરોધનું કારણ ?

તો આ છે વિરોધનું કારણ ?

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યુ છે કે રોશન પરિવારના એક નજીકના સૂત્રનું કહેવુ છે કે રોશન પરિવારને એ શંકા છે કે રુહેલ અમીન પહેલેથી જ પરિણીત છે અને તેના બાળકો પણ છે. આ જ કારણ છે કે રાકેશ રોશન, તેમની પત્ની પિંકી રોશન અને તેમના ભાઈ ઋતિક રોશન સુનૈનાના આ સંબંધની વિરુદ્ધમાં છે. સુનૈના પહેલેથી જ પોતાના લગ્નમાં ભૂલો કરી ચૂકી છે અને હવે રોશન પરિવાર નથી ઈચ્છતો કે એક વાર ફરીથી ભૂલ કરે. આ જ કારણ છે કે તે સુનૈનાની વિરુદ્ધમાં છે. કહેવામાં આવી રહ્યુ છે કે રુહેલ એક જર્નાલિસ્ટ છે અને પહેલેથી જ પરિણીત છે. તે ઉત્તર કાશ્મીરના રહેવાસી છે અને દિલ્લીમાં કોઈ ન્યૂઝ ઑર્ગેનાઈઝેશન સાથે કામ કરે છે.

રુહેલ અમીન કાશ્મીરી મુસ્લિમ છે

રુહેલ અમીન કાશ્મીરી મુસ્લિમ છે

જ્યારે આ પહેલા રુહેલ અમીને ન્યૂઝ 18ને આ વિશે વિસ્તારથી વાતચીત કરી હતી ત્યારે તેમણે પોતાના ફેમિલી બેકગ્રાઉન્ડ વિષે કંઈ કહ્યુ નહોતુ પરંતુ તેમણે સ્વીકાર કર્યો હતો કે તે અને સુનૈના રિલેશનશિપમાં છે. તેમણે આ સમગ્ર ઘટનાને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવીને કહ્યુ કે કોઈને માત્ર એટલા માટે આતંકીવાદી ગણાવી દેવો કારણકે તે એક ખાસ ધર્મમાંથી આવે છે, તે ખૂબ અપમાનજનક છે અને આની હું કડક શબ્દોમાં નિંદા કરુ છુ.

સુનૈનાએ માંગી કંગના પાસે મદદ

સુનૈનાએ માંગી કંગના પાસે મદદ

તમને જણાવી દઈએ કે આ સમગ્ર મામલે સૌથી પહેલા રોશન પરિવારની હાલની દુશ્મન બનેલી અભિનેત્રી કંગના રનોતની બહેન રંગોલીએ ખુલાસો કર્યો હતો. રંગોલીએ ટ્વીટર પર લખ્યુ હતુ કે સુનૈના મારી બહેન કંગનાની મદદ માંગી રહી છે, તે એમને ફોન કરે છે અને ફોન પર રડે છે અને પોતાના પર થઈ રહેલા ત્રાસનું વર્ણન કરે છે. સુનૈનાએ કહ્યુ કે તેના પિતા તેને થપ્પડ મારે છે અને તેનો ભાઈ તેને રૂમમાં પૂરી દે છે. મને ડર છે કે સુનૈનાની ખતરનાક ફેમિલી તેને નુકશાન પહોંચાડી શકે છે એટલા માટે અમે આ વાતને સાર્વજનિક કરી રહ્યા છે, અમને સમજમાં નથી આવી રહ્યુ કે સુનૈનાની મદદ કેવી રીતે કરીએ.

સુનૈનાએ ખોલ્યુ મોઢુ

હોબાળો થયા બાદ સુનૈના પોતે મીડિયા સામે આવી, 47 વર્ષીય સુનૈનાએ સ્પષ્ટ રીતે કહ્યુ કે રંગોલીએ જે કહ્યુ છે તે સંપૂર્ણપણે સાચુ છે, સુનૈનાએ કહ્યુ કે તે એક મુસ્લિમ વ્યક્તિ સાથે રિલેશનશિમાં હતી અને ગયા વર્ષે જ તે તેમની પાસે જવા ઈચ્છતી હતી પરંતુ પપ્પા-મમ્મી અને ભાઈ બઘા આ સંબંધની વિરોધમાં છે. જ્યારે મે જિદ કરી તો મારા પપ્પાએ મને થપ્પડ મારી હતી અને કહ્યુ હતુ કે જેને હું પ્રેમ કરુ છુ તે એક આતંકવાદી છે, હવે તમે જ જણાવો કે શું આવુ સંભવ છે, જો તે આતંકવાદી હોત તો શું તે જેલમાં ન હોત, હું તેને ગયા વર્ષ ફેસબુક પર મળી હતી.

‘મારો ભાઈ ઋતિક મને રૂમમાં બંધ કરીને રાખે છે'

‘મારો ભાઈ ઋતિક મને રૂમમાં બંધ કરીને રાખે છે'

સુનૈનાએ કહ્યુ કે મારો ભાઈ ઋતિક મને રૂમમાં બંધ કરીને રાખે છે, તે મને ઘરમાંથી બહાર નથી જવા દેતો, મારી ઈચ્છા છે કે મારુ ફેમિલી મારા પ્રેમનો સ્વીકાર કરે પરંતુ પરિવારવાળા મારી વાત નથી સાંભળી રહ્યા. એ લોકોએ મારુ જીવન નર્ક બનાવી દીધુ છે અને હું આ બધુ વધુ નથી સહન કરી શકતી. સુનૈના રોશને એ પણ જણાવ્યુ કે આ બાબતમાં તેમણે અભિનેત્રી કંગના રનોતની પણ મદદ માંગી હતી કારણકે તે નારી શક્તિમાં વિશ્વાસ કરે છે અને સાચુ બોલવાની હિંમત રાખે છે.

એક દીકરીની મા છે સુનૈના રોશન

સુનૈનાના અત્યાર સુધીમાં બે લગ્ન થયા છે... ફિલ્મમેકર રાકેશ રોશનની દીકરી સુનૈના રોશનને રીયલ ફાઈટર કહેવામાં આવે છે, 45 વર્ષની સુનૈના બાળપણથી જ વજન વધારે રહ્યુ છે, સુનૈનાનૈ અત્યાર સુધીમાં બે લગ્ન થયા છે અને એક વાર સગાઉ પણ તૂટી ચૂકી છે. તેના પહેલા લગ્ન આશીષ સોની સાથે થયા હતા પરંતુ બંનેના વર્ષ 2000માં છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ તેણે મોહન નદાર સાથે લગ્ન કર્યા હતા પરંતુ હવે બંને અલગ થઈ ચૂક્યા છે. થોડા સમય પહેલા સુનૈનાને સરવિકલ કેન્સર થયુ હતુ પરંતુ પરિવારના સહયોગ અને પોતાની હિંમતના કારણે સુનૈનાએ આ બિમારી પર વિજય મેળવી લીધો. તે પોતાના પેરેન્ટ્સ સાથે જ રહે છે. પહેલા પતિથી સુનૈનાને એક દીકરી સુરાનિકા પણ છે.

English summary
a close friend of the Roshan family has claimed that Sunaina's boyfriend Ruhail Amin is already married and has children.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X