Gossip:આમિર અને ફાતિમા વચ્ચે અફેર? કોણે ફેલાવી આ અફવા?
જો આ અફવાઓ સાચી હોય, તો યશરાજ બેનરની આગામી ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાનમાં આમિર ખાન અને ફાતિમા સના શેખના બોલ્ડ સિન જેવા મળશે.
દંગલ ગર્લ ફાતિમા સના શેખ યશરાજ બેનરની આગામી ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાન માટે ફાઇનલ થઇ ચૂકી છે. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાન અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. ફિલ્મ દિવાળી 2018માં રિલીઝ થવાની છે. જો કે, થોડા સમય પહેલાં જ એવી અફવાઓ આવી હતી કે, ઠગ્સ ઓફ હિંદુસ્તાનમાંથી ફાતિમા આઉટ થઇ છે, કારણે કે આ ફિલ્મમાં એક કિસિંગ સિન પણ છે, જે આમિર અને ફાતિમાના પાત્ર વચ્ચે છે.

આદિત્ય ચોપરાનો ખચકાટ
આ કારણે જ ફિલ્મ મેકર આદિત્ય ચોપરા ફાતિમાને ફાઇનલ કરતાં ખચકાઇ રહ્યાં હતા, કારણ કે સુપરહિટ ફિલ્મ દંગલમાં આમિર અને ફાતિમા પિતા-પુત્રીના રોલમાં જોવા મળ્યાં હતા. પરંતુ હવે જ્યારે આ ફિલ્મ માટે ફાતિમાનું નામ ફાઇનલ થઇ ચૂક્યું છે ત્યારે બોલિવૂડમાં અનેક રીતની વાતો થઇ રહી છે. ફાતિમા અને આમિર વચ્ચેનો આ સિન ઘણો વિવાદ પણ ઊભો કરી શકે એમ છે. અફવાઓ અનુસાર, ફિલ્મના એક ડ્રીમ સિક્વન્સના ભાગ તરીકે આ સિન ફિલ્માવવામાં આવશે.

બોલ્ડ સિન
આ સાથે આમિર આને ફાતિમા વચ્ચે કેટલાક ઇન્ટિમેટ સિન પણ જોવા મળશે. બોલિવૂડમાં નાની ઉંમરની હિરોઇન સાથે હીરોના બોલ્ડ સિન કોઇ નવી વાત નથી, પરંતુ અહીં લોકો બીજી પ્રકારની ચર્ચા કરી રહ્યાં છે. ફિલ્મ દંગલ વખતથી આમિર અને ફાતિમા વચ્ચેનું રિલેશન ચર્ચામાં છે. હવે આવા સિનની વાતોથી આ અફવાને વધુ હવા મળશે એ વાત નક્કી છે.

દંગલ ગર્લ્સ વચ્ચનું દંગલ
તો બીજી બાજુ ફાતિમાની બેસ્ટ ફ્રેન્ડ અને દંગલમાં તેની બહેનનું પાત્ર ભજવનાર સનાયા મલ્હોત્રા પણ આ અફવાનું બજાર વધુ ગરમ કરવાનું કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ દંગલમાં સનાયા કરતાં વધારે ફોકસ ફાતિમા પર કરવામાં આવ્યું હતું. દંગલ બાદ આ બંન્ને આમિરને અસિસ્ટ કરી રહી છે, પરંતુ એમાં પણ ફાતિમા જ વધુ ફાયદામાં દેખાઇ રહી છે. ફાતિમાને યશરાજની ફિલ્મ મળી ગઇ છે, જ્યારે કે સનાયાએ કોઇ ફિલ્મ સાઇન કરી હોવાના ખબર આવ્યા નથી.

સનાયા મલ્હોત્રા ફેલાવી રહી છે અફવા?
ફાતિમાનું માનવું છે કે, સનાયા તેના અને આમિરના રિલેશન અંગે ખોટી અફવાઓ ફેલાવી રહી છે અને આ કારણે બંન્ને એક્ટ્રેસિસ વચ્ચેની મિત્રતા દુશ્મનાવટમાં ફેરવાઇ ગઇ છે. સનાયા અનુસાર આમિર ફાતિમાના કરિયરમાં વધુ ઇન્ટરેસ્ટ લઇ રહ્યાં છે. વળી સનાયાને એમ પણ લાગે છે કે, આમિર ખાનના પ્રોડક્શન હાઉસ તરફથી ફાતિમા સના શેખને 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. સનાયાની આવી અફવાઓને કારણે ફાતિમા તેનાથી નારાજ છે.

આમિરે કરી હતી તસવીરો લિક?
અન્ય એક અફવા એવી પણ છે કે, ઠગ્સ ઓફ હિંદુસ્તાનની કાસ્ટિંગ વખતે આમિર અને આદિત્ય ચોપરા વચ્ચે એક્ટ્રેસ ફાઇનલ કરવા અંગે દલીલો થઇ હતી. આમિર ફાતિમાને ફાઇનલ કરવા માંગતા હતા, જ્યારે આદિત્ય વાણી કપૂરને. આ ફિલ્મ માટે આલિયા અને શ્રદ્ધા પણ લાઇનમાં હતા. આખરે આમિરે ડરીને આ ફિલ્મના ઓડિશનની ફાતિમાની તસવીર લિક કરી, સાથે જ એવી પણ અફવા ઉડી કે આ ફિલ્મ માટે ફાતિમા ફાઇનલ થઇ છે અને તેનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. જેથી ફાતિમા આ રોલ માટે ફિટ છે કે કેમ એ અંગે લોકોના રિસ્પોન્સ જાણી શકાય.
{promotion-urls}
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
