For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધૂમ 3 સિવાય તમામ રેકૉર્ડ્સ તોડતી પીકે : કલેક્શન 400 કરોડને પાર...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 31 ડિસેમ્બર : વિધુ વિનોદ ચોપરા નિર્મિત, રાજકુમાર હીરાણી દિગ્દર્શિત, આમિર ખાન તેમજ અનુષ્કા શર્મા અભિનીત પીકે ફિલ્મનો એક બાજુ કેટલાક ધાર્મિક સંગઠનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી બાજુ ફિલ્મનું 12 દિવસનું વૈશ્વિક બૉક્સ ઑફિસ કલેક્શન 400 કરોડ સુધી પહોંચી ગયું છે.

મળતી માહિતી મુજબ પીકે ગત 19મી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. ભારતની વાત કરીએ, તો પીકેએ ભારતમાં પહેલા દિવસે 26.63 કરોડ, બીજા દિવસે 30.34 કરોડ, ત્રીજા દિવસે 38.44 કરોડ, ચોથા દિવસે 21.22 કરોડ, પાંચમા દિવસે 19.36 કરોડ, છઠ્ઠા દિવસે 19.55 કરોડ, સાતમા દિવસે 27.55 કરોડ, આઠમા દિવસે 14.48 કરોડ, નવમા દિવસે 17.16 કરોડ, દસમા દિવસે 21.85 કરોડ અને 11મા દિવસે એટલે કે ગઈકાલે મંગળવારે 10.08 કરોડ રુપિયાની કમાણી કરી. આજે બુધવારના કલેક્શનના આંકડાને મેળવી દઇએ, તો 12 દિવસનો સરવાળો 256.66 કરોડ રુપિયાનો થયો છે.

આ તો થઈ ભારતની વાત. વાત વિદેશોની કરીએ, તો પીકેએ વિદેશોમાં અત્યાર સુધી 135 કરોડ રુપિયાની કમાણી કરી છે. આમ પીકેનું દેશી-વિદેશી કુલ કલેક્શન 469 કરોડ રુપિયા સુધી પહોંચી ગયું છે. આ સાથે જ પીકે ગ્રોસ લાઇફટાઇમ કલેક્શન્સની બાબતમાં ચેન્નઈ એક્સપ્રેસ, 3 ઈડિયટ્સ, હૅપ્પી ન્યુ ઈયર, કિક, ક્રિશ 3, બૅંગ બૅંગ, એક થા ટાઇગર, યે જવાની હૈ દીવાની, દબંગ 2 અને જબ તક હૈ જાનને બીટ કરી ચુકી છે.

ચાલો તસવીરોમાં જોઇએ હાઇએસ્ટ ગ્રોસિંગ મૂવીઝ :

ધૂમ 3

ધૂમ 3

2013માં આવેલી ધૂમ 3 ફિલ્મે ભારતમાં 372 કરોડ અને વિદેશમાં 61 કરોડ સહિત કુલ 542 કરોડનું કલેક્શન કર્યુ હતું.

પીકે

પીકે

ગત 19મી ડિસેમ્બરે રિલીઝ થયેલી પીકેએ ભારતમાં 356 કરોડ અને વિદેશોમાં 64 કરોડ સહિત અત્યાર સુધી 469 કરોડનું કલેક્શન કર્યુ છે.

ચેન્નઈ એક્સપ્રેસ

ચેન્નઈ એક્સપ્રેસ

2013માં આવેલી ચેન્નઈ એક્સપ્રેસનું ભારતીય કલેક્સન 301 કરોડ અને વિદેશી કલેક્સન 63 કરોડ સહિત કુલ કલેક્સન 422 કરોડ રુપિયા હતું.

3 ઈડિયટ્સ

3 ઈડિયટ્સ

2009ની 3 ઈડિયટ્સ ફિલ્મનું ભારતીય કલેક્શન 269 કરોડ અને વિદેશી કલેક્શન 126 કરોડ સહિત કુલ કલેક્શન 395 કરોડ હતું.

હૅપ્પી ન્યુ ઈયર

હૅપ્પી ન્યુ ઈયર

આ જ વર્ષે આવેલી હૅપ્પી ન્યુ ઈયરનું કુલ કલેક્શન 383 કરોડ રુપિયા હતું કે જેમાં ભારતીય કલેક્શન 293 કરોડ અને વિદેશી કલેક્શન 90 કરોડ હતું.

કિક

કિક

આ જ વર્ષે આવેલી કિકની કુલ કમાણી 377 કરોડ રહી હતી. તેમાં ભારતમાં 309.89 કરોડ અને વિદેશમાં 61 કરોડનો સમાવેશ થાય છે.

ક્રિશ 3

ક્રિશ 3

2013માં આવેલી ક્રિશ 3એ ભારતમાં 320 અને વિદેશમાં 54 કરોડ સહિત કુલ 374 કરોડનું કલેક્શન કર્યુ હતું.

બૅંગ બૅંગ

બૅંગ બૅંગ

આ જ વર્ષે આવેલી બૅંગ બૅંગે ભારતમાં 261 કરોડ અને વિદેશમાં 79 કરોડ સહિત કુલ 340 કરોડની કમાણી કરી હતી.

એક થા ટાઇગર

એક થા ટાઇગર

2012માં આવેલી એક થા ટાઇગરે ભારતમાં 263 કરોડ અને વિદેશમાં 57 કરોડ સહિત કુલ 320 કરોડનું કલેક્શન કર્યુ હતું.

યે જવાની હૈ દીવાની

યે જવાની હૈ દીવાની

યે જવાની હૈ દીવાની (2103)એ ભારતમાં 253 કરોડ અને વિદેશમાં 58 કરોડ સહિત 311 કરોડ રુપિયાની કમાણી કરી હતી.

English summary
PK Box Office collections have broke many records at the Indian Box Office. Read Aamir Khan starrers worldwide Box office collection report...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X