આ છે આમિર ખાનની 'સિક્રેટ સુપરસ્ટાર'!

Written By:
Subscribe to Oneindia News

આમિર ખાનની આગામી ફિલ્મનું પોસ્ટર રીલિઝ થઇ ચૂક્યું છે અને અહીં અમે 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'ની વાત નથી કરી રહ્યાં. દિવાળી 2017 પર આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર' રિલીઝ થનાર છે. આ ફિલ્મનું નવું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે તથા ફિલ્મનું ટ્રેલર 2 ઓગસ્ટના રોજ લોન્ચ થશે.

સિક્રેટ સુપરસ્ટાર

સિક્રેટ સુપરસ્ટાર

અદ્વેત ચંદનના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મમાં આમિર પોતે પણ મુખ્ય ભૂમિકામાં છે, ફિલ્મમાં લીડ રોલ ભજવી રહી છે ઝાયરા વસીમ. આ એ જ ઝાયરા છે, જે ફિલ્મ 'દંગલ'માં નાની ગીતાના પાત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મ એક એવી યુવતીની વાર્તા છે, જે સિંગર બનવા માંગે છે પરંતુ પોતાના કન્ઝર્વેટિવ વિચારધારા ધરાવતા માતા-પિતાને આ વાત કહી નથી શકતી.

રૂઢિવાદી વિચારસરણી

રૂઢિવાદી વિચારસરણી

આખરે તે બુરખો પહેરીને ગીત ગાતો પોતાનો વીડિયો શૂટ કરી યૂટ્યૂબ પર મૂકે છે અને તેને રાતોરાત નવી ઓળખાણ મળે છે, સિક્રેટ સુપરસ્ટાર. જો કે, આ અંગે તેના પેરેન્ટ્સને કોઇ જાણકારી નથી હોતી. આમિર ખાન આ સિક્રેટ સુપરસ્ટારને લોકો સામે લાવવા માંગે છે, શું એમાં તે સફળ થશે? આમિર ખાનની ફિલ્મ રોહિત શેટ્ટીના ફિલ્મ 'ગોલમાલ અગેન' સાથે ક્લેશ થઇ રહી છે.

'દંગલ'ની દિકરીઓને આપ્યો ચાન્સ

'દંગલ'ની દિકરીઓને આપ્યો ચાન્સ

આમિર ખાને પોતાના આગામી બંન્ને પ્રોજેક્ટ્સમાં 'દંગલ'ની પોતાની કો-સ્ટાર્સને ચાન્સ આપ્યો છે. આ ફિલ્મમાં ગીતા ફોગાટનું પાત્ર ભજવનાર ફાતિમા સના શેખ હાલ આમિર સાથે યશરાજની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'માં કામ કરી રહી છે. નાની ગીતાનું પાત્ર ભજવનાર ઝાયરા વસીમની આગામી ફિલ્મ પણ આમિરની જ ફિલ્મ છે.

ગીતાને મળ્યો ચાન્સ, બબીતાનું શું?

ગીતાને મળ્યો ચાન્સ, બબીતાનું શું?

શું આમિર ફિલ્મમાં બબીતા ફોગાટનું પાત્ર ભજવાનાર સાન્યા મલ્હોત્રાને પણ પોતાની કોઇ ફિલ્મમાં ચાન્સ આપશે. ઉલ્લેખનીય છે કે, સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ 'દંગલ'ના શૂટિંગ બાદથી આમિરની આસિસ્ટંટ તરીકે કામ કરી રહી છે અને આમિર તેમને કરિયરમાં યોગ્ય માર્ગદર્શન આપી રહ્યાં છે.

English summary
Aamir Khan unveils the first poster of Secret Superstar, trailer releasing on 2nd August.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.