For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આશિકી' સ્ટાર અને બિગ બૉસ 1 વિજેતા રાહુલ રૉયને બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ ICUમાં ભરતી

ફિલ્મ 'આશિકી'ના હીરો રાહુલ રૉયને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે ત્યારબાદ તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

Rahul Roy Suffers Brain Stroke: ફિલ્મ 'આશિકી'ના હીરો અને 'બિગ બૉસ 1'ના વિજેતા રાહુલ રૉયને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે ત્યારબાદ તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા રાહુલ રૉય 'કારગિલ' ફિલ્મનુ શૂટિંગ કરી રહ્યા હતા પરંતુ શૂટિંગ દરમિયાન જ તેમની અચાનકથી તબિયત બગડી ત્યારબાદ તેમને નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. તે હાલમાં ICUમાં છે. જો કે કહેવામાં આવી રહ્યુ છે કે તેમની હાલત સ્થિર છે અને તેમના પર દવાઓની અસર થઈ રહી છે.

લોકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે

લોકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે

તમને જણાવી દઈએ કે 52 વર્ષીય રાહુલ રૉય લાંબા સમય બાદ કોઈ ફિલ્મમાં અભિનય કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ રાહુલ રૉય પોતાની ફિલ્મ 'આશિકી' કો-સ્ટાર અનુ અગ્રવાલ સાથે સોની ટીવીના જાણીતા શો 'ધ કપિલ શર્મા'માં જોવા મળ્યા હતા ત્યારે ત્યાં તેમણે પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી વાતોનો ખુલાસો કર્યો હતો. હાલમાં તેમને આ રીતે બ્રેઈન સ્ટ્રોક આવતા સૌ કોઈ ચોંકી ગયા છે. તેમના સમાચાર આવતા જ લોકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેમના જલ્દી સાજા થવાની કામના કરી રહ્યા છે.

આશિકીમાં નિભાવેલ રોલ તેમની પર્સનલ લાઈફ પર આધારિત

આશિકીમાં નિભાવેલ રોલ તેમની પર્સનલ લાઈફ પર આધારિત

9 ફેબ્રુઆરી 1968ના રોજ જન્મેલા ફિલ્મ સ્ટાર રાહુલ રૉયની મા 90ના દશકમાં એક ખૂબ સારા કૉલમ રાઈટર હતા. આના કારણે રાહુલની માને મળવા મહેશ ભટ્ટ તેમના ઘરે ગયા હતા. દિવાલ પર લાગેલા રાહુલના ફોટાને જોઈને તે ઈમ્પ્રેસ થઈ ગયા અને તેમણે રાહુલ રૉયને બ્રેક આપી દીધો. કહે છે કે ફિલ્મ આશિકીમાં નિભાવેલ રોલ તેમની પર્સનલ લાઈફ પર આધારિત હતો. અભિનેતા રાહુલ રૉયે દિલ્લીથી પોતાનુ હાયર એજ્યુકેશન પૂરુ કર્યુ અને ત્યારબાદ તે મૉડલિંગ કરવા લાગ્યા હતા. ફિલ્મ આશિકીથી રાહુલ રૉય રાતો રાત સ્ટાર તો બની ગયા પરંતુ તેમને ત્યારબાદ પણ લાંબા સમય સુધી કામ ન મળ્યુ.

'આશિકી'વાળો ચાર્મ પાછો ન આવ્યો

'આશિકી'વાળો ચાર્મ પાછો ન આવ્યો

ફિલ્મો ન મળવાના કારણે તે ઘણા માનસિક તણાવમાંથી પસાર થવા લાગ્યા અને પછી તેમણે કંઈ વિચાર્યા વિના એક સાથે ઘણી ફિલ્મો સાઈન કરી લીધી કે જે તેમના માટે ઘાતક સાબિત થઈ અને તેમની ફિલ્મો ફ્લૉપ થવા લાગી. જો કે મહેશ ભટ્ટની અમુક ફિલ્મો 'જૂનુન' અને 'ગુમરાહ'માં તેમણે બહુ સારુ કામ કર્યુ પરંતુ તે ચાર્મ પાછો ન આવી શક્યો જે આશિકીથી પેદા થયો હતો. ત્યારબાદ કામ ન મળવાના કારણે રાહુલ ફિલ્મી દુનિયાથી ગાયબ થઈ ગયા. ત્યારબાદ રાહુલ રૉય વર્ષ 1997માં બિગ બૉસ સિઝન 1માં સામે આવ્યા અને તેમણે આ શો જીત્યો અને ત્યારબાદ તે ઘણી ટીવી સીરિયલોમાં જોવા મળ્યા. લાંબા સમય બાદ રાહુલ રૉય ફિલ્મ 'કારગિલ'થી મોટા પડદે કમબેક કરવા જઈ રહ્યા હતા અને આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે.

Kartik Purnima 2020: કારતક પૂનમના દિવસે શું કરવુ-શું ન કરવુKartik Purnima 2020: કારતક પૂનમના દિવસે શું કરવુ-શું ન કરવુ

English summary
'Aashiqui' actor Rahul Roy hospitalised after suffering brain stroke. Read his Profile.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X