ફિલ્મ ચાલે કે ન ચાલે, પપ્પાનું કામ શ્રેષ્ઠ જ હોય : અભિષેક
મુંબઈ, 8 ઑગસ્ટ : અભિનેતા અભિષેક બચ્ચન માટે તેમના પિતા અભિનેતા અમિતાભ બચ્ચન એક મહાન કલાકાર છે કે જે તેમના અને બીજા અભિનેતાઓ માટે એક પ્રેરણા છે. અભિષેકે તેમના મનપસંદ અભિનેતા અંગે સવાલ પૂછતાં જણાવ્યું - એક ફૅન અને અભિનેતા હોવાના નાતે મારા મનપસંદ કલાકાર અમિતાભ બચ્ચન છે, પણ પ્રામાણિકતા સાથે કહું તો 13 વર્ષ સુધી અભિનય ક્ષેત્રે કામ કર્યા બાદ મને અહેસાસ છે કે કૅમેરા સામે ઊભા થવા અને કોઈ દૃશ્ય ફિલ્માવવામાં કેટલી મહેનત લાગે છે. તેમણે જણાવ્યું - મને લાગે છે કે જે કોઈ પણ કૅમેરા સામે ભારે દબાણ અને તાણ વચ્ચે શૂટિંગ કરે, તે મહાન અભિનેતા છે.
અભિષેક બચ્ચન બુધવારે મૅનડેટ મૅગેઝીનના કવર પેજનું આવરણ પ્રસંગે સમ્બોધી રહ્યા હતાં. કવર પેજ ઉપર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બંનેની તસવીરો પ્રસિદ્ધ થઈ છે. 37 વર્ષીય અભિષેકે જણાવ્યું કે તેમના પિતાની ફિલ્મોએ હંમેશા તેમને પ્રેરણા આપી છે. કામ પ્રત્યે તેમનું સમર્પણ વખાણવા લાયક છે.
તેમણે જણાવ્યું - હું બાળપણથી જ તેમની તમામ ફિલ્મોથી ખૂબ જ પ્રભાવિત રહ્યો છું. સાત હિન્દુસ્તાનીથી લઈ અત્યાર સુધીની તેમની સૌથી સારી બાબત એ રહી છે કે ફિલ્મ ચાલે કે ન ચાલે, તેમણે દરેક ફિલ્મમાં બહેતરીન કામ કર્યું છે અને કામ પ્રત્યે સમર્પિત રહ્યાં છે. અભિષેક હાલ ધૂમ 3 ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે કે જેમાં આમિર ખાન વિલન છે. ઉપરાંત અભિષેક બચ્ચન પાસે કરણ જૌહરની દોસ્તાના 2 તથા ફરાહ ખાનની હૅપ્પી ન્યુ ઈયર પણ છે.