For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ખરેખર સલમાન ખાને કેરળ માટે 12 કરોડ રૂપિયા દાન કર્યા?

સિને અભિનેતા સલમાન ખાન વિશે પણ કહેવાય છે કે તેમણે કેરળના પૂર પીડિતો માટે 12 કરોડ રૂપિયા દાન કર્યા છે.

|
Google Oneindia Gujarati News

કેરળ હાલમાં ભયંકર આપત્તિમાંથી પસાર થઈ રહ્યુ છે. ભારે વરસાદના કારણે આવેલા પૂરના કારણે કેરળ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયુ છે પરંતુ તેના માટે ભારતમાંથી ચારે તરફથી મદદ માટે હાથ ઉઠ્યા છે. સામાન્યથી ખાસ સુધી બધા લોકોએ કેરળવાસીઓને આર્થિક મદદ મોકલી છે. સિને અભિનેતા સલમાન ખાન વિશે પણ કહેવાય છે કે તેમણે કેરળના પૂર પીડિતો માટે 12 કરોડ રૂપિયા દાન કર્યા છે.

જાવેદ જાફરીએ સલમાન ખાનને બનાવ્યો હીરો

જાવેદ જાફરીએ સલમાન ખાનને બનાવ્યો હીરો

પરંતુ તે બાદ સલમાન ખાન વિશે ઘણી વાતો થવા લાગી, લોકોએ સલમાન ખાનને ઘણી દુઆઓ આપી, જો કે સલમાન ખાન કે તેમની ટીમ કે તેમના ઘર પરિવાર તરફથી આ બાબતે કોઈ અધિકૃત નિવેદન આવ્યુ નથી પરંતુ લોકોએ નિવેદનબાજી ચાલુ રહી. આ નિવેદનબાજી પર જાણીતા અભિનેતા અને જાણીતા ડાંસર જાવેદ જાફરીએ પણ સલમાન વિશે ટ્વિટ કર્યુ છે. ત્યારબાદ સલમાન ખાન અંગેની ચર્ચાઓએ વધુ જોર પકડ્યુ છે.

આ પણ વાંચોઃઅફેરના સમાચારોથી સલમાનને ગુસ્સો અપાવ્યા બાદ સાથે બેઠા અર્જૂન-મલાઈકાઆ પણ વાંચોઃઅફેરના સમાચારોથી સલમાનને ગુસ્સો અપાવ્યા બાદ સાથે બેઠા અર્જૂન-મલાઈકા

જાવેદ જાફરી થયા ટ્રોલ

જાવેદ જાફરીએ લખ્યુ કે સાંભળ્યુ છે કે સલમાન ખાને કેરળ માટે 12 કરોડ રૂપિયા દાન કર્યા છે. આ માણસ તો કંઈક અલગ જ છે, કેટલાની દુઆઓ લઈને ચાલી રહ્યા છે. ભાઈ ભગવાન તમારુ ભલુ કરે, પ્રેમ અને ઈજ્જત. જો કે આ ટ્વિટની થોડી વાર પછી જ જાવેદ જાફરીએ પોતાનું ટ્વિટ ડીલિટ કરી દીધુ અને એક નવુ ટ્વિટ કર્યુ કારણકે જાવેદ જાફરીને આ ટ્વિટ બાદ ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા.

જાવેદ જાફરીએ કરી સ્પષ્ટતા

કેટલાક ટ્રોલર્સે તો કેરળના સીએમનું ટ્વિટ પણ તેમને મોકલ્યુ જેમાં બોલિવુડ સ્ટાર્સના દાન વિશે અધિકૃત જાણકારી આપવામાં આવી છે. આ ટ્વિટમાં સલમાન ખાનનું નામ ક્યાંય પણ નથી. નવુ ટ્વિટ કરતા જાવેદે લખ્યુ કે મે ટ્વિટ કર્યુ હતુ કે સલમાનના યોગદાન વિશે મે સાંભળ્યુ છે કારણકે અભિનેતાના ટ્રેક રેકોર્ડ જોતા સંભવ છે કે જ્યાં સુધી આ સમાચાર કન્ફર્મ ના થઈ જાય ત્યાં સુધી હું મારુ ટ્વિટ પાછુ લઉ છુ.

English summary
Actor Jaaved Jaaferi tweeted about Salman Khan donating Rs 12 crore as his contribution for Kerala floods, only to delete it later.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X