• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાસ્ટિંગ કાઉચને લઈ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહે કર્યો ખુલાસો, બોલી- મારી સાથે પણ થયું

કાસ્ટિંગ કાઉચને લઈ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહે કર્યો ખુલાસો, બોલી- મારી સાથે પણ થયું
By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બૉલીવુડની સુંદર અભિનેત્રીઓમાં સામેલ ચિત્રાંગદા સિંહે પોતાની સાથે થયેલ કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો. તેમણે જણાવ્યું કે કેટલીયવાર તેમણે આનો સામનો કરવો પડ્યો હતો. તેમણે જણાવ્યું કે આવા પ્રકારના લોકો દરેક જગ્યાએ છે. મારા મોડલિંગના સમયથી લઈ બૉલીવુડ ડેબ્યૂ સુધી મેં કેટલીયવાર આવા લોકોનો સામનો કર્યો. કોર્પોરેટ ઈન્ડસ્ટ્રીનો પણ આ હાલ છે. હા મારી સાથે પણ આ થયું, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે જ્યાં કોઈ કોઈને ફોર્સ ના કરી શકે. અહીં બધા પાસે પર્યાપ્ત જગ્યા છે જ્યાં સૌકોઈ પોતાના ફેસલા ખુદ કરી શકે છે. જ્યારે તમારી પાસેથી માત્ર આના કારણે જ મોકો છીનવાઈ જાય ત્યારે તમને ખરાબ લાગે છે. પરંતુ આ તમારી ચોઈસ છે.

મેં પણ પ્રોજેક્ટ ગુમાવ્યા છે પરંતુ...

મેં પણ પ્રોજેક્ટ ગુમાવ્યા છે પરંતુ...

ચિત્રાંગદા સિંહે પોતાના અનુભવ વિશે જણાવતા આગળ કહ્યું, ખરાબ તો લાગે છે અને મેં પણ કેટલાય પ્રોજેક્ટ ગુમાવ્યા છે પરંતુ જો એ સમયે તમે આની સાથે ખુશ છો તો તમારે તેની સાથે જ જવું જોઈએ. હું અહીં કોઈને જજ કરવા માટે નથી. આ માત્ર યૌન પક્ષ માટે જ નહિ બલકે બીજા કામો માટે પણ થાય છે, જે લોકો ઈચ્છે છે. આવી રીતે દુનિયા ચાલે છે, માટે તમે તમારી ચીજ ખુદ પસંદ કરો અને જેવી રીતે જીવા માંગો છો તેવી રીતે જ જીવો.

શોર્ટ ફિલ્મ લઈને આવશે

શોર્ટ ફિલ્મ લઈને આવશે

જણાવી દઈએ કે ચિત્રાંગદા બહુ જલદી એક શોર્ટ ફિલ્મ લઈને આવનાર છે જેનું નામ 'લાગૂ' છે. હાલ તે આ ફિલ્મની સ્ટોરી લખવામાં વ્યસ્ત છે. જ્યારે આ વાતની જાણકારી પણ તેમણે ખુદ શેર કરી છે. તેમણે કહ્યું કે લૉકડાઉનને કારણે હાલ તેમની પાસે ઘણો ખાલી સમય છે અને એવામાં તેઓ આનો ફાયદો ઉઠાવવા માંગે છે. ચિત્રાંગદાએ કહ્યું કે મેં આ કહાનીને બહુ પ્યારથી અને પૂરા મન સાથે લખી રહી છું.

વર્કફ્રન્ટ પર ચિત્રાંગદા સિંહ

વર્કફ્રન્ટ પર ચિત્રાંગદા સિંહ

એક્ટ્રેસના વર્કફ્રન્ટની વાત કરીએ તો ચિત્રાંગદા સિંહ જલદી જ અભિષેક બચ્ચન સાથે બૉબ બિસ્વાસમાં લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું પ્રોડક્શન શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીજ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવશે. બૉબ બિસ્વાસની વાત કરીએ તો આ ફિલ્મ સુજૉય ઘોષની કહાનીનું સ્પિન ઑફ છે. તમને યાદ હશે કે ફિલ્મમાં કોન્ટ્રાક્ટ કિલરનું નામ બૉબ બિસ્વાસ હતું, જેનો રોલ શાસ્વત ચેટર્જીએ નિભાવ્યો હતો. ફિલ્મમાં વિદ્યા બાલન લીડ રોલમાં હતી. બૉબનો રોલ ઘણો મશહૂર થયો હતો.

આયુષ્માને અનુભવ શેર કર્યો હતો

આયુષ્માને અનુભવ શેર કર્યો હતો

જણાવી દઈએ કે ચિત્રાંગદા પહેલા આ અઠવાડિયે આયુષ્માન ખુરાનાએ પણ પોતાની સાથે થયેલ કાસ્ટિંગ કાઉચનનો અનુભવ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે એક કાસ્ટિંગ ડાયરેક્ટરના લીડ રોલની અવેજમાં કેટલીક એવી માંગ રાખી જેણે આયુષ્માનને અસહજ કરી દીધો. જો કે તેમણે આ સ્થિતિનો સામનો અતિ શાલીનતાથી કર્યો. તેમણે જણાવ્યું કે, 'મને કાસ્ટિંગ ડાયરેક્ટરે કહ્યું હતું કે, તું મને તારું ટૂલ દેખાડીશ તો હું તને લીડ રોલ આપીશ. તો મેં શાલીનતાથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો.'

કાસ્ટિંગ કાઉચ શું હોય?

કાસ્ટિંગ કાઉચ શું હોય?

કાસ્ટિગં કાઉચ એવા અનૈતિક અને ગેરકાનૂની વ્યવહારને કહેવામાં આવે છે, જેમા કોઈને કામ અપાવવાના બદલે શારીરિક સંબંધ બનાવવાની માંગ કરવામાં આવે છે. હંમેશા સીનિયર લોકો નવા આવતા જૂનિયર્સ સાથે આવી માંગ કરતા હોય ચે. જો કે ફિલ્મ જગતમાં આની સાથે જોડાયેલ કિસ્સાને પગલે લોકો કાસ્ટિંગ કાઉચ જેવી ધારણાથી રૂબરૂ થાય છે, પરંતુ આ કોઈપણ ફિલ્ડમાં હોય શકે છે.

કોરોના સંકટ વચ્ચે દિલ્હી-એનસીઆરમાં અચાનક વાદળ વરસ્યાંકોરોના સંકટ વચ્ચે દિલ્હી-એનસીઆરમાં અચાનક વાદળ વરસ્યાં

English summary
Actress Chitrangada Singh on Casting Couch: Lost May big projects Because I Refused To Give In.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X