For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતોના સમર્થનમાં ઉતરી પ્રિયંકા ચોપરા, ટ્વીટ કરી બોલી- તેમના ડરને દૂર કરવાની જરૂરત

ખેડૂતોના સમર્થનમાં ઉતરી પ્રિયંકા ચોપરા, ટ્વીટ કરી બોલી- તેમના ડરને દૂર કરવાની જરૂરત

|
Google Oneindia Gujarati News

ખેડૂત આંદોલનને લઈ બૉલીવુડ સેલેબ્સ સતત રિએક્ટ કરી રહ્યા છે. પંજાબી સિંગર દિલજીત દોસાંઝ બાદ હવે એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ખેડૂતોનાસમર્થનમાં ઉતરી છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ પોતાના ટ્વિટર હેન્ડલથી ખેડૂતોને લઈ એક ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે.

priyanka chopra

જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાએ દિલજીત દોસાંઝે ખેડૂતોને લઈ કરેલ ટ્વીટને રિટ્વીટ કર્યું, જેમાં લખ્યું હતું, 'વાત પ્રેમની કરો, ધર્મ કોઈપણ લડાઈ નથી શીખવાડતો. હિંદુ, સિખ, મુસ્લિમ, ઈસાઈ, જૈન, બૌદ્ધ. બધા એકબીજાના ભાર છે. માટે જ ભારત દુનિયામાં સૌથી અલગ છે. કેમ કે અહીં બધા પ્રેમથી રહે છે. અહીં હરેક ધર્મનો સત્કાર કરવામાં આવે છે.'

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાને પગલે નિધન'યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાને પગલે નિધન

આ ટ્વીટને રિટ્વીટ કરતાં પ્રિયંકા ચોપરાએ લખ્યું, 'આપણા ખેડૂતો આપણા ફૂડ સૈનિકો છે. તેમના ડરને દૂર કરવાની જરૂરત છે. તેમની આશાઓ પર ખરા ઉતરવાની જરૂરત છે. એક સંપન્ન લોકતંત્રના રૂપમાં, આપણે આ સુનિશ્ચિત કરવું જોઈએ કે સંકટ જલદી જ ખતમ થાય.' પ્રિયંકા ચોપરાના આ ટ્વીટ પર લોકો ખુબ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જણાવી દઈએ કે દિલજીત દોસાંઝ ખેડૂતોનું સમર્થન કરવા માટે સિંધુ બોર્ડર પણ પહોંચ્યા હતા. અહીં પહોંચી તેમણે કહ્યું હતું કે, 'હું સરકારને કહેવા માંગું છું કે મુદ્દાને ભટકાવવામાં ના આવે. અહીં ખેડૂતો સિવાય બીજી એકેય વાત નથી થઈ રહી. ખેડૂતો જે ઈચ્છે છે સરકાર તેમની માંગો માની લે. જેમ કે તમે જોઈ શકો છો બધા લોકો શાંતિપૂર્વક બેસીને આંદોલન કરી રહ્યા છે. કોઈ ખૂન ખરાબા નથી થઈ રહ્યા. સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવવામાં ના આવે.'

English summary
actress priyanka chopra shared tweet in support of farmers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X