16 વર્ષ બાદ ફિલ્મી પડદે પાછી ફરી રહી છે આ હોટ એક્ટ્રેસ

Written By:
Subscribe to Oneindia News

એક્ટર શાહિદ કપૂરની પહેલી ફિલ્મ 'ઇશ્ક વિશ્ક' યાદ જ હશે. એમાં અમૃતા રાવ સિવાય બીજી પણ એક સુંદર એક્ટ્રેસ હતી, શહેનાઝ ટ્રેઝરીવાલા. ફિલ્મમાં તેની એક્ટિંગ અને સુંદરતાના ખૂબ વખાણ થયા હતા. આ એક્ટ્રેસ લાંબા ગેપ બાદ ફરી પાછી બોલિવૂડ ફિલ્મોમાં કમબેક કરવા જઇ રહી છે. 'ઇશ્ક વિશ્ક' ફિલ્મ પછી થોડો સમય ચર્ચામાં રહ્યા બાદ શહેનાઝ જાણે ગાયબ જ થઇ ગઇ હતી.

16 વર્ષ બાદ સાઇન કરી ફિલ્મ

16 વર્ષ બાદ સાઇન કરી ફિલ્મ

આખરે 16 વર્ષો બાદ ફરી એકવાર શહેનાઝનું નામ ચર્ચામાં આવ્યું છે. કહેવાય છે કે, તેણે એક બોલિવૂડ ફિલ્મ સાઇન કરી છે, જેમાં તેનો રોલ પણ નક્કી છે. લાંબા સમય બાદ બોલિવૂડમાં એન્ટ્રી કરવા અંગે શહેનાઝ ખૂબ એક્સાઇટેડ છે. હાલ તે ફિલ્મની તૈયારીમાં લાગી ગઇ છે.

ટાઇગર સાથે ફિલ્મ

ટાઇગર સાથે ફિલ્મ

કહેવાઇ રહ્યું છે કે, ટાઇગર શ્રોફની આગામી ફિલ્મમાં શહેનાઝ જોવા મળશે. આ ફિલ્મમાં તેના માટે એક રોલ ફાઇનલ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં તેનો રોલ મહત્વપૂર્ણ હોવાનું કહેવાઇ રહ્યું છે. ફિલ્મ 'ઇશ્ક વિશ્ક'માં શહેનાઝનો નાનકડો પરંતુ બોલ્ડ રોલ હતો.

ધમાકેદાર એન્ટ્રી

ધમાકેદાર એન્ટ્રી

ફિલ્મોમાં શહેનાઝની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. 'ઇશ્ક વિશ્ક' ફિલ્મ હિટ ગઇ હતી, લોકોએ શાહિદ અને અમૃતાની એક્ટિંગ સાથે જ શહેનાઝના પણ ખૂબ વખાણ કર્યા હતા. ફિલ્મનો તેનો બોલ્ડ અવતાર લોકોને ખૂબ પસંદ પણ પડ્યો હતો.

અચાનક ગાયબ થઇ ગઇ

અચાનક ગાયબ થઇ ગઇ

ફિલ્મ 'ઇશ્ક વિશ્ક' બાદ તે આમિર ખાનના પ્રોડક્શનમાં બનેલ ફિલ્મ 'દિલ્હી બેલી'માં ઇમરાન ખાન સાથે જોવા મળી હતી. આમાં પણ તેનો ખૂબ નાનકડો રોલ હતો. ત્યાર બાદ તે ખાસ કોઇ બોલિવૂડ ફિલ્મમાં જોવા ન મળી. ફિલ્મોમાંથી જાણે તે ગાયબ થઇ ગઇ હતી.

મુન્ના માઇકલ

મુન્ના માઇકલ

હવે 16 વર્ષ બાદ શહેનાઝ ટાઇગર શ્રોફની આગામી પિલ્મ 'મુન્ના માઇકલ' દ્વારા વાપસી કરી હોવાના સમાચાર છે. આ ફિલ્મ સાબિર ખાન ડાયરેક્ટ કરી રહ્યાં છે. ફિલ્મમાં ટાઇગર અને શહેનાઝ સિવાય નવાઝુદ્દીન સિદ્દીકી પણ મહત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળશે.

ક્યાં હતી શહેનાઝ

ક્યાં હતી શહેનાઝ

સૂત્રો અનુસાર છેલ્લા ત્રણ વર્ષ શહેનાઝ ન્યૂયોર્કમાં હતી. અહીં તે અમેરિકન શો 'વન લાઇફ ટૂ લિવ' સાથે જોડાયેલી હતી. ત્યાર બાદ વર્ષ 2015માં તે અમેરિકન કોમેડી ડ્રામા 'બ્રાઉન નેશન' સાથે જોડાઇ હતી. હજુ પણ તે આ શોનો ભાગ છે.

હોલિવૂડ ફિલ્મો

હોલિવૂડ ફિલ્મો

આ સાથે જ શેહનાઝ હોલિવૂડ ફિલ્મોમાં પણ નસીબ અજમાવવાનો પ્રયત્ન કરી રહી છે. થોડા જ સમયમાં તે 'ધ બિગ સિક' નામક હોલિવૂડ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં દિગ્ગજ બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર પણ જોવા મળશે.

રાઇટર પણ છે શહેનાઝ

રાઇટર પણ છે શહેનાઝ

સુંદર અને બોલ્ડ શહેનાઝના ટ્રાવેલિંગ અને રાઇટિંગનો પણ શોખ છે. આ બ્રેક દરમિયાન તેણે આ બંન્ને શોખ પૂરા કર્યા. શહેનાઝને બોલિવૂડ ફિલ્મોમાં કામ નહોતું મળી રહ્યું, આ દરમિયાન તેણે એક આંતરરાષ્ટ્રીય મેગેઝિન માટે ટ્રાવેલિંગ સંબંધિત લેખ લખવાનું શરૂ કર્યું હતું.

English summary
Actress Shenaz Treasury is making come back after 16 years.
Please Wait while comments are loading...