
સની લિયોનના હાથમાંથી આઇટમ સોંગ પણ ગયું! જાણો કારણ
જ્હોન અબ્રાહમની આગામી ફિલ્મ 'પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ' અંગે હાલ ખૂબ ચર્ચા સાંભળવા મળી રહી છે. આ ફિલ્મમાં ફીમેલ લીડ તરીકે ડાયના પેન્ટીનું નામ ફાઇનલ થાય એવી શક્યતા છે. આ ફિલ્મમાં સની લિયોન એક આઇટમ સોંગ કરશે, એવી પણ વાતો સાંભળવા મળી હતી. સની લિયોન અનેક ફિલ્મોમાં આઇટમ સોંગ કરી ચૂકી છે અને છેલ્લે અજય દેવગણની ફિલ્મ 'બાદશાહો'માં તેણે કરેલ આઇટમ સોંગ ખાસું હિટ પણ ગયું હતું.

સની લિયોન નહીં કરે આઇટમ સોંગ
જો કે, તાજેતરની જાણકારી અનુસાર, આ આઇટમ સોંગ હવે સનીના હાથમાંથી સરકીને અન્ય હિરોઇનના હાથમાં ગયું છે. આ હિરોઇન છે, અદિતિ રાવ હૈદરી. અદિતિએ અરશદ વારસીની ફિલ્મ 'ધ લિજન્ડ ઓફ માઇકલ મિશ્રા'માં આઇટમ સોંગ કર્યું હતું, જેને ઠીકઠાક રિસ્પોન્સ મળ્યો હતો. હવે જ્હોનની આગામી ફિલ્મમાં પણ તે આઇટમ સોંગ કરતી જોવા મળે એવી શક્યતા છે. જ્યારે મેઇન સ્ટ્રીમ એક્ટ્રેસિસ આઇટમ સોંગ કરે ત્યારે સની લિયોન જેવી એક્ટ્રેસિસને ખાલી હાથે જ બેસવાનો વારો આવતો હોય છે. આ પહેલાં કઇ-કઇ મેઇન સ્ટ્રિમ એક્ટ્રેસિસ આઇટમ સોંગ કરી ચૂકી છે? વાંચો અહીં...

કેટરિના કૈફ
આઇટમ સોંગનું નામ આવે અને કેટરિના યાદ ના આવે એવું તો બને જ કેમ! તેના બે આઇટમ સોંગ્સ 'ચીકની ચમેલી' અને 'શીલા કી જવાની' સુપરહિટ રહ્યાં છે અને ત્યાર બાદ તે અનેક ફિલ્મોમાં આઇટમ સોંગ કરતી જોવા મળી છે. કેટરિના કૈફ હિરોઇન હોય એ ફિલ્મમાં આઇટમ સોંગ માટે અન્ય એક્ટ્રેસને લેવાની જરૂર પડતી નથી. કેટરિનાના સોંગ સુપરહિટ થયા બાદ ફિલ્મોમાં આઇટમ સોંગ માટે મેઇન સ્ટ્રિમ એક્ટ્રેસને લેવાનો ટ્રેન્ડ ચાલુ થયો એમ કહી શકાય.

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણે કેટરિના પહેલાં 'દમ મારો દમ' ફિલ્મમાં આઇટમ સોંગ કર્યું હતું. તે આ જ ફેમસ ગીતના રિમિક્સ પર ડાન્સ કરતી જોવા મળી હતી. આ સિવાય રિસન્ટલી આવેલ ફિલ્મ 'રાબતા'માં પણ દીપિકાનું એક સુંદર સોંગ હતું.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકાએ પણ આમ તો ઘણી ફિલ્મોમાં આઇટમ સોંગ કર્યું છે. પંરતુ 'રામલીલા'માં તેણે કરેલ આઇટમ સોંગે ઘણાને આશ્ચર્યમાં મુક્યા હતા. આ ફિલ્મનું તેનું સોંગ ખાસુ હિટ રહ્યું હતું અને પ્રિયંકાના ડાન્સના ખૂબ વખાણ પણ થયા હતા.

કરીના કપૂર
કરીના કપૂર પણ આઇટમ સોંગ માટે ક્યારેક ખૂબ ચર્ચામાં હતી, તેણે પોતાની ફિલ્મ 'હિરોઇન'માં 'હલકટ જવાની' આઇટમ સોંગ કર્યું હતું અને ત્યાર બાદ 'દબંગ 2'માં તે 'ફેવિકોલ' સોંગ પર ડાન્સ કરતી જોવા મળી હતી. બંને સોંગ્સ લોકોને પસંદ પડ્યા હતા.

ઐશ્વર્યા રાય
આ બધા ટ્રેન્ડથી ખૂબ પહેલાં ઐશ્વર્યા રાય એક ફિલ્મમાં આઇટમ સોંગમાં સ્પેશિયલ એપિરિયન્સ કરી ચૂકી છે. તેણે ફિલ્મ 'બંટી ઓર બબલી'માં 'કજરારે' સોંગ પર ડાન્સ કર્યો હતો. અમિતાભ, અભિષેક અને ઐશ્વર્યાને એક ફ્રેમમાં ચમકાવતું આ આઇટમ સોંગ ઘણા સમય સુધી હોટ ફેવરિટ રહ્યું હતું અને ફિલ્મના આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.

શિલ્પા શેટ્ટી
હોટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ કરણ જોહરની ફિલ્મ 'દોસ્તાના'માં આઇટમ સોંગ કર્યું હતું અને આ સોંગ હોટ ફેવરિટ ડાન્સ નંબર બન્યું હતું. જો કે, આ પહેલાં પણ શિલ્પા 'આઇ હૂં યુપી બિહાર લૂંટને' જેવા ગીતો દ્વારા પોતાનો જલવો બતાવી ચૂકી છે.

માધુરી દીક્ષિત
બોલિવૂડનું અત્યાર સુધીનું કદાચ સૌથી ગ્રેસફુલ આઇટમ સોંગ હોય તો તે છે રણબીર અને માધુરીનું 'ઘાઘરા'. 'યે જવાની હે દિવાની'ના આ સોંગમાં માધુરી દીક્ષિત અને રણબીર કપૂરના ડાન્સે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.