બિકીની પહેરી પૂલમાં ઉતરી સુષ્મિતા સેન, બોલ્ડનેસ જોઈ ફેન્સ થયા પાણીપાણી
બિકીની પહેરી પૂલમાં ઉતરી સુષ્મિતા સેન, ફેન્સ થયા પાણીપાણી
નવી દિલ્હીઃ પૂર્વ મિ યૂનિવર્સ અને બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનનો જાદૂ નબળો પડી રહ્યો હતો. ફિટનેસ અને ખૂબસૂરતીના બળ પર ફેન્સના દિલો પર રાજ કરનાર સુષ્મિતા સેન હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. આ દિવસોમાં પોતાનાથી 15 વર્ષ નાના બૉયફ્રેન્ડને ડેટ કરી રહેલ સુષ્મિતા સેને હવે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર હૉટ તસવીરો શેર કરી છે, જેને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.

બિકીની પહેરી પૂલમાં ઉતરી સુષ્મિતા
સુષ્મિતા સેને ઈન્સ્ટાગ્રામ પર પોતાની આવી એક તસવીર શેર કરી છે, જેમાં તે પૂલની સામે ઉભી છે. તસવીરમાં સુષ્મિતાએ લેવેન્ડર કલરની એક ચુનરી પોતાના માથા પર હાથમાં પકડી રાખી છે. તે કલરની જ તેણે બિકીની પહેરી છે. સુષ્મિતાના બેકગ્રાઉન્ડમાં બ્લૂ આકાસ અને સામે સ્વિમિંગ પૂલ જોવા મળી રહ્યું છે. રંગોનું નાયાબ મિશ્રણ અને હવામાનની તાજગી ભરી તસવીર જોઈ કદાચ તમારો પણ દિવસ બની જશે. સુષ્મિતા સેનના ફેન્સ પણ આ તેમના આ નવા અવતારને જોઈ ભારે હેરાન છે.

ભગવાને તમને બનાવવામાં પૂરો સમય આપ્યો
સુષ્મિતા સેનની આ તસવીર જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. સુષ્મિતા સેનના ફેન્સ તેમના આ બોલ્ડ અંદાજને જોઈ કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું કે તમે બહુ અલગ છો, શું હું તમારી સાથે ડેટ પર જઈ શકું? જ્યારે અન્ય એક યૂઝરે કમેન્ટ કરી કે મની વિશ્વાસ નથી થતો કે ભગવાને તમને પૂરો સમય આપીને બનાવ્યા છે.

ચર્ચામાં સુષ્મિતા સેનની લવ સ્ટોરી
જણાવી દઈએ કે હાલમાં જ સુષ્મિતા સેન ચર્ચામાં આવી હતી, જ્યારે તે શઇલ્પા શેટ્ટીની એક પાર્ટીમાં પોતાથી 15 વર્ષ નાના બૉયફ્રેન્ડ સાથે પહોંચી હી. પાર્ટીમાં સૌકોઈની નજર એમના પર ટકી હતી. રોહમન વ્યવસાયે એક સુપરમોડેલ છે. પાર્ટીમાં સુષ્મિતા સેન અને તેમના બૉયફ્રેન્ડ વચ્ચેની કેમિસ્ટ્રીની સ્પષ્ટ ઝલક જોવા મળી રહી હતી. બંને વચ્ચે રિલેશનશિપની ચર્ચા પહેલેથી જ હતી. અહેવાલો છે કે બંને આગામી વર્ષે લગ્ન સંબંધમાં બંધાઈ શકે છે.

બર્થડે પર રોહમને કર્યું હતું પ્રપોઝ
ઉલ્લેખનીય છે કે સુષ્મિતા સેને જ્યારે દુબઈમાં પોતાનો 43મો જન્મદિવસ મનાવ્યો હતો ત્યારે તેમના બૉયફ્રેન્ડ રોહમન શૉલી પણ સાથે હતો. રોહમને આ દરમિયાન સુષ્મિતા સેનને ખાસ ગિફ્ટ આપી હતી. સુષ્મિતા સેનના બર્થડેના અવસર પર જ રોહમન શઑલે તેમને પ્રેમનો ઈઝહાર કર્યો હતો. જે બાદ રોહમને સુષ્મિતા સેન સાથે એક રોમાન્ટિક તસવીર શેર કરતા લખ્યું, હેપ્પી બર્થડે મેરી જાન, આજ આપકી જિંદગી કા સબસે ખાસ દિન હૈ ઈસલિએ ઈસે અચ્છે સે સેલિબ્રેટ કરે, દુઆ કરતા હૂં કિ યહ સાલ બેહદ અચ્છી તરહ સે બીતે.












Click it and Unblock the Notifications
