For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મોથી દૂર થતાં જાડા થઈ ગયાં તનુશ્રી, ટુંકમાં કમબૅક

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 એપ્રિલ : સુંદર-સેક્સી અભિનેત્રી તનુશ્રી દત્તા તો આપને યાદ જ હશે. હા જી, તે જ તનુશ્રી કે જેમણે 2005માં આશિક બનાયા આપને દ્વારા ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ચૉકલેટ અને ગુડ બૉય બૅડ બૉય જેવી નિષ્ફળ ફિલ્મો બાદ અચાનક તેઓ રજતપટ ઉપરથી ગાયબ થઈ ગયાં. હવે તે જ તનુશ્રી દત્તા જોરદાર કમબૅક કરવાની તૈયારીમાં છે.

tanushreedutta

જય મહારાષ્ટ્ર ચૅનલના ઉદ્ઘાટન સમારંભમાં તનુશ્રીએ જણાવ્યું કે તેઓ પુનઃ ફિલ્મોમાં સક્રિય થવા જઈ રહ્યાં છે, પરંતુ આ અગાઉ તેઓ પોતાનું વધેલું વજન ઓછું કરી રહ્યાં છે, કારણ કે ફિલ્મોથી દૂર થયા બાદ તેમનું વજન અચાનક વધી ગયું છે. પોતાની જાતને ફુટબૉલ જેવા બતાવનાર તનુશ્રી દત્તાએ જણાવ્યું કે તેઓ પુનઃ ફિલ્મોમાં શાનદાર કમબૅક કરવાની તૈયારીમાં છે.

જોઇએ તનુશ્રી દત્તા બીજી ઈનિંગમાં શું લઈને આવે છે, કારણ કે પહેલી ઇનિંગમાં તો તેમને કંઈ હાસલ થઈ શક્યુ નહોતું. હવે તો બૉલીવુડમાં તેમના માટે વધુ કમ્પીટિશન ઊભી થઈ ચુકી છે, કારણ કે છેલ્લા બે વર્ષોમાં નવા-નવા ચહેરોઓ ઉમેરાતાં જ રહ્યાં છે. જોઇએ ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા તનુશ્રી દત્તા કઈ રીતે લોકોનો સામનો કરે છે?

English summary
Model-turned-actress Tanushree Dutta of Aashiq Banaya Apne fame is looking to be back on the big screen soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X