પિતાના શત્રુ સાથે કૅરિયર શરૂ કરશે કરણ દેઓલ
મુંબઈ, 3 મે : સામાન્ય રીતે એવું સાંભળવામાં આવે કે પિતાનુ દેવું પુત્ર ચુકાવે, પણ અહીં તો ઉલ્ટી ગંગા વહી છે. અહીં પુત્ર પિતાના શત્રુ સાથે કૅરિયર શરૂ કરવા જઈ રહ્યો છે. હા જી, અમે વાત કરીએ છીએ સન્ની દેઓલ અને તેમના પુત્ર કરણ દેઓલ વિશે.

કરણ દેઓલ ટુંકમાં જ પોતાનું ફિલ્મી કૅરિયર યશ રાજ ફિલ્મ્સ સાથે શરૂ કરવા માંગે છે. આપને જણાવી દઇએ કે સન્ની દેઓલ અને યશ ચોપરાએ માત્ર એક જ ફિલ્મમાં સાથે કામ કર્યું છે અને તે હતી ડર. તેમાં સન્નીના હકારાત્મક પાત્ર ઉપર શાહરુખ ખાનનું નકારાત્મક પાત્ર ભારે પડી ગયુ હતું.
તે વખતે સન્ની દેઓલે યશ ચોપરા સામે આક્ષેપ કર્યો હતો કે તેમણે તેમનો રોલ સારો નહોતો લખ્યો અને શાહરુખને વધુ મહત્વ આપ્યુ હતું. તે પછી સન્નીએ ક્યારેય વાયરએફ સાથે કામ કર્યુ નહીં.
જોકે તેમના પુત્ર કરણ દેઓલે યશ રાજ ફિલ્મ્સ સાથે જ ફિલ્મી ઇનિંગ શરૂ કરવા અંગે વિચાર્યું છે. તેની પાછળ આ કારણ પણ હોઈ શકે છે કે તાજેતરમાં જે પણ નવા કલાકારો ચર્ચામાં આવ્યાં છે, તે તમામ યશ રાજની શોધ છે. તેથી કદાચ કરણ પોતાના પિતાનો ગુસ્સો ભુાવી પોતાની સફળતાની ચાહતે યશ રાજ કૅમ્પમાં ઘુસવાનો પ્રયત્ન કરતાં હોય.
નોંધનીય છે કે કરણે યમલા પગલા દીવાના 2 ફિલ્મમાં દિગ્દર્શક સંગીત સિવાન સાથે સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું છે.












Click it and Unblock the Notifications
