આદિત્ય નારાયણના લગ્નની રસમો થઈ શરૂ, તિલકના ફોટો-વીડિયો વાયરલ
નવી દિલ્લીઃ બૉલિવુડના જાણીતા ગાયક ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણના લગ્નની રસમો શરૂ થઈ ગઈ છે. આદિત્ય નારાયણ પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે 1 ડિસેમ્બરે લગ્ન કરવાના છે. અમુક દિવસો પહેલાથી જ આદિત્ય નારાયણે પોતાના લગ્ન વિશે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. હવે તેના લગ્નની રસમો શરૂ થઈ ગઈ છે. શનિવારે(28 નવેમ્બર) રાતે આદિત્ય નારાયણના તિલક સમારંભના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

આદિત્ય નારાયણ સાથે શ્વેતા અગ્રવાલ
ઈન્સ્ટાગ્રામ પર આદિત્ય નારાયણના ફેન ક્લબે તિલક સમારંભનો વીડિયો અને ફોટા શેર કર્યા છે. આ ફોટામાં આદિત્ય નારાયણ સાથે શ્વેતા અગ્રવાલ પણ દેખાઈ રહી છે. આ ઉપરાંત ઉદિત નારાયણ અને તેમની પત્ની દીપા નારાયણ ઝા પણ છે. આદિત્ય નારાયણ તિલક સમારંભના વીડિયોમાં ડાર્ક રંગના કૂર્તામાં દેખાઈ રહ્યા છે. વળી, શ્વેતા અગ્રવાલે ઓરન્જ રંગનો કૂર્તો પહેર્યો છે.
તિલક સમારંભ
તિલક સમારંભમાં શ્વેતા અગ્રવાલના માતા પિતા તેમને તિલક લગાવતા જોવા મળી રહ્યા છે. એક ફોટો આદિત્ય નારાયણે પણ શેર કર્યો છે. જેમાં તે શ્વેતા અગ્રવાલ સાથે ગળે મળતા દેખાઈ રહ્યા છે.
લગ્ન મંદિરમાં કરવાના છે
આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ એકબીજાને ઘણા વર્ષોથી ડેટ કરી રહ્યા છે. હાલમાં અંગ્રેજી વેબસાઈટ સ્પૉટબૉય સાથે વાતચીત કરીને આદિત્ય નારાયણે કહ્યુ હતુ કે અમે બંને એક ડિેસેમ્બરે લગ્ન કરવાના છે. તેમણે કહ્યુ હતુ કે કોવિડ-19ના કારણે અમે 50 લોકોથી વધુ મહેમાનોને બોલાવી નથી શકતા માટે માત્ર પરિવાર અને નજીકના દોસ્તોને જ શામેલ કરવામાં આવશે. તેમણે કહ્યુ હતુ કે અમે લગ્ન મંદિરમાં કરવાના છે અને ત્યારબાદ એક સિમ્પલ રિસેપ્શન આપવામાં આવશે.
કાલે શિવસેનામાં શામેલ થઈ શકે છે ઉર્મિલા માતોંડકરઃ સંજય રાઉત