એસટી અધિકારીઓ સમક્ષ કરગરવાની વાતથી અદનાન નારાજ
મુંબઈ, 27 ઑક્ટોબર : પાકિસ્તાની ગાયક અદનાન સામી સેવા કર (એસટી) અધિકારીઓની કડકાઈ સામે પોતે કરગર્યા હોવાની વાતના ખુલાસા સામે નારાજ છે અને પોતાને ક્ષુબ્ધ અનુભવે છે. સામીએ જણાવ્યું - પહેલી વાત તો એ છે કે મારી સાથે કોઈ કડકાઈ નથી કરાઈ. તેમની પૂછપરછ ખૂબ જ આત્મીય અને સૌહાર્દપૂર્ણ હતી. હા, એટલુ સાચુ કે પૂછપરછ લાંબી ચાલી અને તે એટલા માટે કે કેટાંક કાગળ સંબંધી કામો હતાં અને કેટલીક તપાસ થવાની બાકી હતી. હું પોતાના તમામ કાગળિયા સાથે ત્યાં ગયો હતો.

અદનાન સામીએ જણાવ્યું કે બુધવારે જ્યારે તેમણે વાંચ્યું, તો આશ્ચર્યમાં મુકાઈ ગયાં કે આ બધુ શું છે તેમના વિશે. બ્રિટનમાં જન્મેલા સામીએ જણાવ્યું - હું બેહોશ થઈ શકું, કરગરી શકું કે સંજય ગુપ્તાની ફિલ્મ ઉપરાંત મારી પાસે કોઈ કામ નથી, પરંતુ જો મારી પાસે કામ નથી, તો હું અહીં ભારતમાં શું કરી રહ્યો છું. બીજી વાત વેરો ચુકવવાની વાતે કરગરવાની વાત વિચિત્ર છે. જે લોકો મને જાણે છે, સમજે છે, તેમને તો આ વાત ઉપર હસવું આવે છે. દુર્ભાગ્યે અહીં મને નહીં જાણતા લોકો વધુ છે કે જેમણે આ ખોટા સમાચાર વાંચ્યા અને તેમને લાગ્યું કે હું આટલો નબળો માણસ છું.












Click it and Unblock the Notifications
