બોલિવૂડમાં સફળતા બાદ વિદેશી લોકોને પરણી ગઈ આ બોલિવૂડ અભિનેત્રીઓ!

બોલિવૂડ અને હોલિવૂડનુ એક અલગ કનેક્શન છે. ઘણા બોલિવૂડ સ્ટાર બોલિવૂડમાં સફળતા બાદ હોલિવૂડમાં એન્ટ્રીની અપેક્ષા રાખે છે. ઘણા બોલિવૂડ સ્ટાર હોલિવૂડમાં કામ પણ કરતા જોવા મળ્યા છે.

બોલિવૂડ અને હોલિવૂડનુ એક અલગ કનેક્શન છે. ઘણા બોલિવૂડ સ્ટાર બોલિવૂડમાં સફળતા બાદ હોલિવૂડમાં એન્ટ્રીની અપેક્ષા રાખે છે. ઘણા બોલિવૂડ સ્ટાર હોલિવૂડમાં કામ પણ કરતા જોવા મળ્યા છે. જો કે બોલિવૂડ અને હોલિવૂડના ઘણા સ્ટાર એક બીજા સાથે લગ્ન કરીને સેટલ પણ થાય છે. આજે આપણે બોલિવૂડની એ અભિનેત્રીઓ વિશે વાત કરવાના છીએ જેને વિદેશી સાથે લગ્ન કર્યા.

શમા સિકંદર-જેમ્સ મિલિરોન

શમા સિકંદર-જેમ્સ મિલિરોન

અભિનેત્રી શમા સિકંદરે ફિલ્મોની સાથે ટીવીમાં પણ કામ કર્યું છે. શમા સિકંદરે વર્ષ 2022માં અમેરિકન બિઝનેસમેન જેમ્સ મિલિરોન સાથે લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ 2016માં સગાઈ કરી હતી.

પ્રીતિ ઝિન્ટા-જીન ગુડનફ

પ્રીતિ ઝિન્ટા-જીન ગુડનફ

અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ પણ વિદેશમાં લગ્ન કર્યા છે. પ્રીતિ ઝિન્ટાએ યુએસના ફાયનાન્સિયલ એનાલિસ્ટ જીન ગુડનફ સાથે લગ્ન કર્યા છે.

રાધિકા આપ્ટે-બેનેડિક્ટ ટેલર

રાધિકા આપ્ટે-બેનેડિક્ટ ટેલર

રાધિકા આપ્ટેએ પણ વિદેશી યુવક સાથે લગ્ન કર્યા છે. રાધિકા આપ્ટેએ 2012માં લંડન સ્થિત સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા હતા.

સની લિયોન-ડેનિયલ વેબર

સની લિયોન-ડેનિયલ વેબર

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોને વર્ષ 2012માં ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. સની લિયોન ફિલ્મોમાં આવતા પહેલા એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી. તેણે વર્ષ 2011માં ડેનિયલ વેબર સાથે લગ્ન કર્યા હતા.

સેલિના જેટલી-પીટર હાગ

સેલિના જેટલી-પીટર હાગ

સેલિના જેટલી હાલ પોતાના પરિવાર સાથે સમય વીતાવી રહી છે. સેલિના જેટલીએ 2011માં ઓસ્ટ્રિયન હોટેલિયર પીટર હાગ સાથે લગ્ન કર્યા હતા.

શ્રેયા સરન-આન્દ્રે કોશિવ

શ્રેયા સરન-આન્દ્રે કોશિવ

સાઉથ અને બોલિવૂડ ફિલ્મોમાં દેખાતી અભિનેત્રી શ્રેયા સરને તેના રશિયન બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. શ્રેયા સરન અને ટેનિસ પ્લેયર આન્દ્રે કોશિવના લગ્ન વર્ષ 2018માં થયા હતા.

પ્રિયંકા ચોપરા - નિક જોનાસ

પ્રિયંકા ચોપરા - નિક જોનાસ

પ્રિયંકા ચોપરાએ હોલિવૂડ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. બંનેએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. હાલ બન્ને એક બાળકીના માતા-પિતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X