સગાઈ બાદ પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ કેમેરા સામે રોમેન્ટિક પોઝ આપ્યા, જુઓ ફોટો

છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ સગાઈ કરી લીધી છે. દિલ્હીના કપૂરથલા હાઉસમાં વીઆઈપી મહેમાનોની હાજરીમાં બન્નેની સગાઈ થઈ હતી. સગાઈ બાદ આ કપલે કેમેરા સામે પોઝ આપ્યા હતા.

સગાઈ બાદ વેન્યુમાંથી બહાર આવીને પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. બંનેએ એકબીજાને રોમેન્ટિક ગુલાબ આપ્યા અને એકબીજાની બાહોમાં ફોટો ક્લિક કરાવ્યા હતા. હવે બન્નેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Parineeti Chopra and Raghav Chadha

સગાઈ બાદ પરિણીતી અને રાઘનના કઝીન ભાઈ-બહેનો ત્યાં હાજર લોકોને પોતાના હાથે મીઠાઈ ખવડાવતા જોવા મળ્યા છે. પરિણીતિ અને રાઘવ ચઢ્ઢાની સગાઈને લઈને ચાલી રહેલી અટકળોનો અંતે અંત આવ્યો છે.

બન્નેના લુકની વાત કરીએ તો, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા મેચિંગ વ્હાઈટ કલરના આઉટફિટમાંજોવા મળ્યા હતા, આ ક્લાસી, સિમ્પલ અને ડિઝાઈનર આઉટફિટમાં પરિણીતી અને રાઘવ કમાલ લાગતા હતા.

સગાઈ દરમિયાન પરિણીતી ચોપરાે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો આઉટફિટ કેરી કર્યો હતો. રાઘવ ચઢ્ઢાના આઉટફિટ વિશે વાત કરીએ તો તેનો આઉટફિટ કાકા પવન સચદેવાએ ડિઝાઈન કર્યો હતો.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા બન્નએ સગાઈ બાદ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ફોટો શેર કરતાં પરિણીતીએ લખ્યું કે, મેં જે માટે પ્રાર્થના કરી તે બધું.. મેં કહ્યું હા! તેવી જ રીતે સેમ કેપ્શન રાઘવ ચઢ્ઢાએ પણ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા લખ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X