'ટ્યૂબલાઇટ' બાદ હવે SRKની આગામી ફિલ્મમાં સલ્લુનો કેમિયો!

Written By:
Subscribe to Oneindia News

શાહરૂખ ખાન અને સલમાન ખાનની મિત્રતા બોલિવૂડના બહુચર્ચિત સંબંધોમાંની એક છે. બંન્નેએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની મહેનતથી એક ઓળખાણ બનાવી છે અને બંન્નેનો પોતાનો અલગ ફેન બેઝ છે. ફિલ્મમાં આ બંન્નેને સાથે જોવા ઓડિયન્સને ખૂબ પસંદ છે. સલમાનની લેટેસ્ટ ફિલ્મ 'ટ્યૂબલાઇટ'માં શાહરૂખે કેમિયો રોલ પ્લે કર્યો હતો, શાહરૂખ અને સલમાનનો આ સિન ફિલ્મનો બેસ્ટ સિન કહેવાયો છે. હવે તાજેતરના સમાચાર અનુસાર સલમાન ખાન પણ શાહરૂખની આગામી ફિલ્મમાં એક કેમિયો રોલ પ્લે કરવા જઇ રહ્યાં છે. શાહરૂખે જાતે આ વાતનો ખુલાસો કર્યો છે.

આનંદ એલ.રાયની ફિલ્મમાં સલમાનનો કેમિયો

આનંદ એલ.રાયની ફિલ્મમાં સલમાનનો કેમિયો

શાહરૂખે આ અંગે વાત કરતાં કહ્યું કે, 'આનંદની ફિલ્મમાં એક ગેસ્ટ એપિરિયન્સ છે, જે હું ઇચ્છું છું કે સલમાન કરે. જો કે, આ અંગે હજુ અમે વાત કરી રહ્યાં છીએ.આ અંગે હજુ મેં સલમાન સાથે વાત કરી નથી.' આનંદ એલ. રાયની આ ફિલ્મમાં શાહરૂખ ફરી એકવાર 'જબ તક હે જાન'ની એક્ટ્રેસિસ અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ સાથે જોવા મળશે.

'ટ્યૂબલાઇટ'માં શાહરૂખ

'ટ્યૂબલાઇટ'માં શાહરૂખ

શાહરૂખ ખાને 'ટ્યૂબલાઇટ'માં જાદુગર પાશાનો રોલ પ્લે કર્યો છે. આ અંગે વાત કરતાં સલમાને કહ્યું હતું કે, હું હજુ તો મારું વાક્ય પૂરું કરું એ પહેલાં જ શાહરૂખે આ રોલ માટે હા પાડી દીધી હતી. જ્યારે શાહરૂખને આ અંગે પૂછવામાં આવ્યું તે તેણે કહ્યું કે, હા બિલકુલ, હું તરત એ રોલ માટે તૈયાર થઇ ગયો હતો. તમે જ કહો, જ્યારે સલમાન તમને ફોન કરીને કોઇ રોલ ભજવવા કહે તો કોનામાં એટલી હિંમત છે કે તેને ના પાડે?

શાહરૂખ-સલમાન પેચ અપ

શાહરૂખ-સલમાન પેચ અપ

વર્ષ 2008માં શાહરૂખ અને સલમાન વચ્ચે મોટો ઝગડો થયો હતો. ત્યાર બાદ બંન્ને લગભગ 6-7 વર્ષ સુધી ક્યાંય સાથે જોવા ન મળ્યા. આખરે સલમાન ખાનની દત્તક બહેન અર્પિતાના લગ્ન સમયે અચાનક જ સલમાનના ઘરે જઇ શાહરૂખે એ ઝગડાનો અંત આણ્યો. એ પછી બંન્નેની મિત્રતાના અનેક યાદગાર કિસ્સાઓ છે, જે બંન્ને સ્ટાર્સના ફેન્સ ખૂબ એન્જોય કરી રહ્યાં છે.

સુલતાનના સેટ પર SRK

સુલતાનના સેટ પર SRK

એક વખત સલમાન 'સુલતાન'નું શૂટિંગ કરી રહ્યાં હતા ત્યારે જ શાહરૂખ તેમને મળવા ફિલ્મના સેટ પર જઇ પહોંચ્યા હતા. શાહરૂખ ખાન તે સમયે 'ફેન'નું શૂટિંગ કરી રહ્યાં હતા. બંન્નેને એક સાથે જોઇને તેમના ફેન્સ ખૂબ ખુશ થયા હતા. તે સમયે એવી અફવા પણ ઉડી હતી કે, શાહરૂખ 'સુલતાન'માં કેમિયો રોલ પ્લે કરી રહ્યાં છે.

ભાઇ-ભાઇ

ભાઇ-ભાઇ

શાહરૂખ ખાન અને સલમાન ખાનના પેચ અપ સમયની આ તસવીર ખૂબ વાયરલ થઇ હતી. શાહરૂખ ખાનને જ્યારે પેચ અપ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, અમે ભલે મોઢે એકબીજાથી નારાજ રહીએ, પરંતુ અમારા મનમાં કોઇ નારાજગી નથી. અર્પિતા મારી પણ બહેન છે અને તે મારી ખૂબ નજીક છે.

અર્પિતાના લગ્ન

અર્પિતાના લગ્ન

ત્યાર બાદ અર્પિતાના લગ્ન સમયે શાહરૂખ ખાન અને સલમાન ખાનનો ડાન્સ કરતો આ ફોટો કૂબ વાયરલ થયો હતો. સલમાને શાહરૂખનો સિગ્નેચર પોઝ આપ્યો હતો, સાથે જ બંન્નેએ સાથે 'છૈંયા છૈંયા' સોંગ પર પણ ડાન્સ કર્યો હતો.

સાયકલ રાઇડ પર ખાન્સ

સાયકલ રાઇડ પર ખાન્સ

પેચ અપ બાદ શાહરૂખ, સલમાન અને આર્યન ખાન મુંબઇના રસ્તા પર સાયકલ સવારી કરતાં નજરે પડ્યા હતા. આ તસવીર ફેન્સ માટે એક ભેટ સમાન હતી. બંન્ને સાથે આર્યન ખાનને જોઇને ફેન્સ ખૂબ ખુશ થયા હતા.

રઇસ વિ. સુલતાન

રઇસ વિ. સુલતાન

શાહરૂખ ખાન પોતાની ફિલ્મ 'રઇસ' ઇદ પર રિલીઝ કરવા માંગતા હતા. પરંતુ સલમાનની 'સુલતાન'ને કારણે શાહરૂખ પોતાની ફિલ્મ પાછળ ઠેલી હતી. ત્યાર બાદ 'રઇસ' રાકેશ રોશનની ફિલ્મ 'કાબિલ' સાથે રિલીઝ કરવામાં આવી હતી.

સુલતાનનો ડાયલોગ

સુલતાનનો ડાયલોગ

સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ 'સુલતાન'માં તેમનો એક ડાયલોગ છે, 'શાહરૂખ ખાનની મજાક ન ઉડાવશો, મને તે ખૂબ પસંદ છે. જ્યારે તે છોકરીની આંખમાં જોઇને પ્રેમનો એકરાર કરે છે તો, આંધળી છોકરી પણ માની જાય છે.'

English summary
Shahrukh Khan recently confirmed that he is in talks with Salman Khan for a special appearance in the Aanand. L. Rai dwarf film.
Please Wait while comments are loading...