Pics : ત્રણ વર્ષ બાદ કૅમેરા સામે ઐશનું હૉટ ફોટોશૂટ
મુંબઈ, 27 સપ્ટેમ્બર : બૉલીવુડ દિવા ઐશ્વર્યા રાય આરાધ્યાના ઉછેરમાંથી પરવારી હવે કમબૅક કરવા સમ્પૂર્ણપણે તૈયાર છીએ. ગઈકાલે જ જાણવા મળ્યુ હતું કે તેઓ પતિ અભિષેક બચ્ચન સાથે હૅપ્પી એનિવર્સરી ફિલ્મ દ્વારા મોટા પડદે કમબૅક કરી રહ્યાં છે, તો તાજેતરમાં જ ઐશ્વર્યા રાયે એક મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ પણ કરાવ્યું છે.
ઐશ્વર્યા રાય છેલ્લા ત્રણ વર્ષથી બ્રેક ઉપર હતાં અને ત્રણ વર્ષ બાદ તેઓ નોબલેસ મૅગેઝીન માટે કૅમેરા સામે આવ્યાં છે. નોબલેસ મૅગેઝીનના કવર પેજ ઉપર ઐશ્વર્યાની ફુલસાઇઝ તસવીર છે અને સાથે લખેલું છે ‘ઐશ્વર્યા રાય બચ્ચન ઇન ડિયોર ધ રિટર્ન ઑફ ક્વીન'. આમ હૅપ્પી એનિવર્સરી ફિલ્મ સાઇન કરતા અગાઉ જ ઐશ્વર્યાનો કમબૅક માટેનો તખ્તો તૈયાર ચુક્યો હતો.
આવો તસવીરો સાથે જોઇએ ઐશ્વર્યા રાયનું ફોટોશૂટ :

2011થી બ્રેક
ઐશ્વર્યા રાય નવેમ્બર-2011થી માતૃત્વનો આનંદ લઈ રહ્યાં છે અને ફિલ્મોથી દૂર છે.

એડ-ઇવેંટ્સમાં સક્રિય
જોકે ઐશ્વર્યા રાય જાહેરખબરો અને ઉત્સવોમાં સક્રિય રહ્યાં છે. તાજેતરમાં જ કલ્યાણ જ્વૅલર્સની પ્રિંટ એડમાં ઐશે કંઇક આવો રૂપ ધર્યો છે.

લોકપ્રિયતા અકબંધ
માતા બન્યા બાદ ભલે ઐશ સ્ક્રીનથી દૂર થઈ ગયા હોય, પણ તેઓ એડ જગત અને ઈવેંટમાં સક્રિય છે અને તેમની લોકપ્રિયતા આજેય અકબંધ છે.

કમબૅકની તૈયારી
હવે ઐશ્વર્યા રાય ત્રણ વર્ષ બાદ કમબૅકની તૈયારી કરી રહ્યાં છે અને પૂર્વતૈયારી તરીકે તેમણે નોબલેસ મૅગેઝીન માટે આ ફોટોશૂટ કરાવ્યું છે તાજેતરમાં જ.

હૅપ્પી એનિવર્સરી
ઐશ્વર્યા હવે ટુંકમાં જ બૉલીવુડમાં કમબૅક કરી રહ્યાં છે. ઐશ્વર્યા રાય નિર્માતા ગૌરાંગ દોશીની ફિલ્મ હૅપ્પી એનિવર્સરી સાથે રૂપેરી પડદે કમબૅક કરવા જઈ રહ્યાં છે.

અભિષેક હીરો
ઐશની કમબૅક ફિલ્મ હૅપ્પી એનિવર્સરીમાં તેમના હીરો રીયલ પતિ અભિષેક બચ્ચન જ હશે.












Click it and Unblock the Notifications
