હિમ્મતવાલા : પાંચ ભાષાઓમાં ગાળ આપશે અજય
મુંબઈ, 20 ફેબ્રુઆરી : સાજિદ ખાનની બહુચર્ચિત ફિલ્મ હિમ્મતવાલા અંગે એક રોચક સમાચાર આવ્યાં છે. કહે છે કે ફિલ્મના એક દૃશ્યમાં અજય દેવગણ એક-બે નહીં, પણ પાંચ-પાંચ ભાષાઓ બોલતાં દેખાશે. આ માહિતી સાજિદ ખાને પોતે મીડિયાને આપી હતી.

અજય દેવગણ હિમ્મતવાલા ફિલ્મમાં હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી અને તામિળ ભાષાઓ બોલતાં દેખાશે. કહે છે કે એક દૃશ્યમાં તો અજય દેવગણ કેટલાંક ગુંડાઓને પીટે છે કે જેઓ ગુજરાતી, મરાઠી, પંજાબી, હિન્દી અને તામિળ ભાષાઓમાં અજયને ધમકાવે છે. અજય દેવગણ આ ગુંડાઓની ધોલાઈ કરતી વખતે તેમને તેમની જ પાંચેય ભાષાઓમાં ગાળો આપે છે. સાજિદે કહ્યું કે આ સંવાદો બોલવા માટે અજય દેવગણે ખાસ ક્લાસ લીધી.
નોંધનીય છે કે હિમ્મતવાલા ફિલ્મમાં અજય અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં છે. 1983માં રિલીઝ થયેલી હિમ્મતવાલા ફિલ્મમાં જિતેન્દ્ર તથા શ્રીદેવી મુખ્ય ભૂમિકામાં હતાં. તેનું દિગ્દર્શન કે. રાઘવેન્દ્રે કર્યુ હતું. અજય દેવગણની હિમ્મતવાલા 29મી માર્ચના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હાનો ડિસ્કો ડાંસ પણ જોવા મળશે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
