મોડલ ઐશ્વર્યાને અશ્લીલ મેસેજ અને ફોટા મોકલવાના આરોપમાં એજાઝ ખાનની ધરપકડ

Subscribe to Oneindia News

બિગ બોસથી ચર્ચામાં આવેલા એક્ટર એજાઝ ખાનની અશ્લીલ મેસેજ, ફોટા મોકલવા અને છેડતીના આરોપમાં મુંબઇ પોલિસે ધરપકડ કરી લીધી છે. એજાઝ ખાન પર મોડલ ઐશ્વર્યા ચૌબેએ અશ્લીલ, મેસેજ અને ફોટા મોકલવાનો આરોપ લગાવ્યો છે.

ajaz khan

તમને જણાવી દઇએ કે ઐશ્વર્યા કાશ્મીરની વતની છે અને પોતાને સલમાન ખાનની ફેન બતાવે છે. આ તરફ એજાઝે આ આરોપોને પોતાની છબી ખરાબ કરવાનું ષડયંત્ર ગણાવ્યુ છે.

aishwarya

શું આરોપ લગાવ્યો છે મોડેલે


મોડલ ઐશ્વર્યા ચૌબેએ મુંબઇના વર્સોવા પોલિસ સ્ટેશનમાં એજાઝ સામે કેસ ફાઇલ કરાવ્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે એક દિવસ એજાઝે તેને જૂહુની હોટલમાં બોલાવવાની કોશિશ કરી હતી. એજાઝે તેને અશ્લીલ ફોટા અને મેસેજ પણ મોકલ્યા હતા.

ajaz

એજાઝે શું કહ્યુ


એજાઝે આ આરોપોને તેની છબી ખરાબ કરવાનું ષડયંત્ર ગણાવ્યુ છે. તેનું કહેવુ છે કે મુંબઇ-પૂનામાં મારા ઘણા દુશ્મન બની ગયા છે. આ બધુ એ લોકો જ કરાવી રહ્યા છે. જો કે તેણે કોઇનું નામ લીધુ નથી. તમને જણાવી દઇએ કે બિગ બોસમાં સાથી પ્રતિયોગીઓ સાથે મારપીટ કરવાના આરોપમાં તે ઘરમાંથી બેઘર થયો હતો.

aishwarya

એજાઝ કેટલીક હિંદી અને સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે. તેની ઇમેજને લઇને ઘણી વાર સવાલો ઉઠતા રહે છે. ગયા વર્ષે 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ' પર પોતાનો એપિસોડ ટેલિકાસ્ટ ન થવા પર તેણે નારાજગી દર્શાવી હતી.

English summary
Ajaz Khan was arrested by the Malwani police early on Sunday for having sent an obscene photograph to a 38-year-old woman on a chat application.
Please Wait while comments are loading...