અક્ષય બન્યો ‘હમ દો હમારે દો’ ગ્રુપનો સભ્ય

અક્ષય-ટ્વિંકલને પ્રથમ સંતાન રૂપે આરવ નામનો પુત્ર છે અને હવે અક્ષયને પુત્રી પણ મળી ગઈ છે. તો હવે ‘હમ દો હમારે દો'ની થીમ મુજબ અક્ષય કુમારનો પરિવાર પૂરો થઈ ચુક્યો છે તથા હવે ટ્વિંકલે પણ ફેમિલી પ્લાનિંગ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
આ અગાઉ બૉલીવુડના ટૉપના સ્ટાર્સ પણ હમ દો હમારે દો ગ્રુપના સભ્ય બની ચુક્યાં છે. શરુઆત કરીએ પોતે રાજેશ ખન્નાથી કે જેઓ અક્ષયના શ્વસુર હતાં. રાજેશ ખન્નાની બે પુત્રીઓ છે ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના. પછી આવે છે બિગ બી અમિતાભ બચ્ચન. તેમને પણ બે સંતાનો છે અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન. આ ઉપરાંત રણધીર કપૂરની બે પુત્રીઓ છે કરિશ્મા કપૂર અને કરીના કપૂર, તો ઋષિ કપૂરના પણ બે જ સંતાનો છે રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર.
આજના બૉલીવુડ સ્ટાર્સની વાત કરીએ તો બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનને બે સંતાનો છે સુહાના અને આર્યન. ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતના બે પુત્રો છે આરિન તેમજ રિયાન. સરવાળે બૉલીવુડના તમામ સ્ટાર્સ હમ દો હમારે દોમાં વિશ્વાસ ધરાવે છે અને સાથે-સાથે પોતાની પર્સનલ લાઇફમાં પણ ફેમિલી પ્લાનિંગનુ ધ્યાન રાખે છે.
હવે જ્યારે અક્ષય કુમાર પણ આ ગ્રુપમાં એન્ટ્રી કરી ચુક્યાં છે, તો ટ્વિંકલે પણ કોઈ જાતની ચિંતા કરવાની રહેતી નથી.
હાલ આ ગ્રુપમાં આમિર ખાનનો પણ સમાવેશ કરી શકાય. જોકે તેમણે બે લગ્ન કર્યાં છે, પણ તેમના સંતાનો તો બે જ છે. પ્રથમ પત્ની દ્વારા આમિરને જુનૈદ નામનો પુત્ર છે, તો બીજી પત્ની કિરણ રાવ વડે તેમને પુત્ર આઝાદ રાવ ખાન છે. તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી પણ વિયાનના માતા બન્યા છે અને તેમના પતિ રાજ કન્દ્રા વધુ એક બાળક ઇચ્છે છે, પરંતુ શિલ્પા તૈયાર નથી.
હવે જોઇએ બૉલીવુડના નવા બનનારા કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂર શું કરે છે. આ બંને આ ગ્રુપમાં શામેલ થાય છે કે નહિં, તે જોવું જ રહ્યું. જોકે એનો નિર્ણય આવતાં ઓછામાં ઓછા બે-ત્રણ વરસ તો લાગશે જ.












Click it and Unblock the Notifications
