રામ મંદિર માટે અક્ષય કુમારે આપ્યું દાન, ફેન્સને પણ કરી અપીલ, કહ્યું- હવે આપણો વારો

રામ મંદિર માટે અક્ષય કુમારે આપ્યું દાન, ફેન્સને પણ કરી અપીલ, કહ્યું- હવે આપણો વારો

સુપર સ્ટાર અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને ફેન્સ તથા ફોલોઅર્સને અપીલ કરી કે અયોધ્યામાં બની રહેલ રામ મંદિર માટે દાન કરે. તેમણે રામાયણ સાથે જોડાયેલ એક ખાસ કહાની લોકોને સંભળાવી અને દાન કરવા માટે પ્રેરિત કર્યા. જણાવી દઈએ કે રામ મંદિર નિર્માણ માટે રાશિ એકઠી કરવાનું અભિયાન ચાલી રહ્યું છે.

akshay kumar

અક્ષય કુમારે પોસ્ટ શેર કરતાં કેપ્શનમાં લખ્યું- બહુ ખુશીની વાત છે કે અયોધ્યામાં આપણા શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે. હવો યોગદાનનો વારો આપણો છે. મેં શરૂઆત કરી દીધી છે, ઉમ્મીદ છે કે તમે બધા પમ જોડાશો. જય સિયારામ.

Recommended Video

અક્ષય કુમારે ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ફંડ આપ્યું, ચાહકોને પણ અપીલ કરી

આની સાથે જ તેમણે રામસેતુ સાથે જોડાયેલી એક કહાની સંભળાવી. તેમણે કહ્યું કે, કાલ રાતે હું મારી દીકરીને એક કહાની સંભળાવી રહ્યો હતો. તમે સાંભળશો... તો એવું હતું કે એક તરફ વાંદરાઓની સેના હતી અને બીજી તરફ લંકા અને બંનેની વચ્ચે મહાસમુદ્ર. હવે વાનર સેના વડા વડા પથ્થર ઉઠાવી સમુદ્રમાં ફેંકી રહ્યા હતા, રામ સેતુનું નિર્માણ કરી સીતા મૈય્યાને પાછાં લઈ જવાનાં હતાં.

એક્ટરે આગળ કહ્યું, "પ્રભુ શ્રીરામ કાંઠે ઉભી બધું જોઈ રહ્યા હતા, ત્યારે તેમની નજર એક ખિસકોલી પર પડી. ખિસકોલી હતી તે પાણીમાં જાતી પછી પાછી કિનારે આવી જાતી, રેતીમાં લોટવા લાગતી અને પછી રામ સેતુના પથ્થરો તરફ ભાગતી, પછી પાછી પાણીમાં જાતી, કાંઠે આવી જાતી, રેતીમાં લોટતી અને પથ્થરો તરફ ભાગતી. આ જોઈ રામજીને આશ્ચર્ય થયું કે આ શું થઈ રહ્યું છે. તેઓ ખિસકોલી પાસે ગયા અને પૂછ્યું- તું શું કરી રહી છે? ખિસકોલીએ જવાબ આપ્યો- હું મારા શરીરને ભીંજવી નાખું છું પછી તેના પર રેતી લપેટી દઉં છું અને પથ્થરો વચ્ચે તિરાડ છે તેમાં રેતી ભરું છું. રામસેતુના નિર્માણમાં હું પણ મારું નાનું યોગદાન આપી રહી છું."

ફેન્સને પ્રેરિત કરતા તેમણે કહ્યું, "આજે આપણો વારો છે. અયોધ્યામાં આપણા શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે. આપણામાંથી અમુક વાનર બનો, કેટલાક ખિસકોલી બનો અને પોતપોતાની ક્ષમતા મુજબ યોગદાન આપી ઐતિહાસિક ભવ્ય રામ મંદિર બનાવવામાં ભાગીદાર બનો. હું ખુદ શરૂઆત કરું છું, મને વિશ્વાસ છે કે તમે પણ મારી સાથે જોડાશો જેથી આગામી પેઢીઓને આ ભવ્ય મંદિરથી મર્યાદા પુરુષોત્તમ રામના જીવન અને સંદેશ પર ચાલવાની પ્રેરણા મળતી રહે. જય શ્રી રામ..."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X