
બૉક્સ ઑફિસ 2019: અક્ષય કુમારની કમાણી 500 કરોડને પાર, નંબર 1 સુપરસ્ટાર!
વર્ષ 2019ના અંતમાં રિલીઝ થઈ રહી છે અક્ષય કુમારની ગુડ ન્યૂઝ. પોતાના ટ્રેલરના લૉન્ચ સાથે આ ફિલ્મ ચર્ચામાં છે. કૉમેડી, રોમાંસ અને ઈમોશનથી લદાલદ આ ફિલ્મમાં અક્ષય કુમારનો સાથ આપી રહી છે કરીના કપૂર ખાન. 27 ડિસેમ્બરે આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે રિલીઝ થનારી આ અક્ષય કુમારની છેલ્લી અને ચોથી ફિલ્મ છે. દર વર્ષની જેમ આ વર્ષે અક્ષય કુમાર 4 ફિલ્મો સાથે મોટા પડદે હાજર થયા. પોતાના ખાતામાં કરોડોની કમાણી કરી.

કમાણી 700 કરોડને પાર
અક્ષય કુમાર છેલ્લા ત્રણ વર્ષથી વર્ષમાં 4 ફિલ્મો કરી રહ્યા છે અને બધી સુપરહિટ કેટેગરીમાં શામેલ થઈ રહી છે. જો કે તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર પોતાની ઝોળીમાં અત્યાર સુધી 500 કરોડની કમાણી કરી ચૂક્યા છે. ગુડ ન્યૂઝની રિલીઝ બાદ આ કમાણી 700 કરોડને પાર જણાવવામાં આવી રહી છે. આ સાથે અક્ષય કુમાર બની જશે આ વર્ષના સૌથી કમાઉ 1 નંબરના સુપરસ્ટાર. ચાલો જાણીએ કેવી રીતે.

વર્ષના અંતમાં 150 કરોડ
આ વર્ષના અંતમાં દબંગ 3 બા દર્શકો માટે અક્ષય કુમાર, કેટરીના કૈફ, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણીની ગુડ ન્યૂઝ રિલીઝ થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અક્ષય કુમારની આ ફિલ્મ વર્ષના અંતમાં 150 કરોડ સુધીની કમાણી આરામથી કરી શકે છે.
આ પણ વાંચોઃ Video વાયરલ: સલમાન ખાનના ગુસ્સા બાદ રશ્મિએ કર્યુ અરહાન સાથે બ્રેકઅપ

કેસરી - 169 કરોડ
અક્ષય કુમારની આ વર્ષની રિલીઝ ફિલ્મો પર ફોકસ કરવામાં આવે તો સૌથી પહેલા વાત કેસરીની આવે છે. સારાગઢીની લડાઈ પર બેઝ્ડ આ ફિલ્મ 21 સિખોની આર્મીની પ્રેરણાદાયક રિયલ કહાની છે. આ ફિલ્મે 169 કરોડનો બિઝનેસ કર્યો.

મિશન મંગલ -202 કરોડ
ચંદ્ર પર પહોંચવાની વધુ એક રસપ્રદ રિયલ કહાનીથી અક્ષયમાં બૉક્સ ઑફિસ પર કમાલ કરી બતાવી. મિશન મંગલમાં વિદ્યા બાલન અને તાપસી પન્નુ સાથે એક મલ્ટીસ્ટારર ફિલ્મમાં અક્ષય કુમારે દમદાર 202 કરોડની કમાણી કરી.

હાઉસફૂલ 4 - 195 કરોડ
દિવાળી પર રિલીઝ થયેલી અક્ષય કુમારની હાઉસફૂલ 4એ પણ મલ્ટીસ્ટારર ફિલ્મમાં પોતાનો જલવો દેખાડ્યો. દિવાળીનો જબરદસ્ત ફાયદો મળ્યો આ ફિલ્મને. તેણે અપેક્ષાથી વધુ 195 કરોડની કમાણી કરી.

ઈદ 2020 પર લડાઈ
અક્ષય કુમારની આગામી ફિલ્મોની વાત કરીએ તો આ વખત તે ઈદ 2020માં મોટી લડાઈ માટે તૈયાર છે. લક્ષ્મી બૉમ્બ સાથે સલમાન ખાનની રાધે પણ ઈદ પર રિલીઝ થવા જઈ રહી છે. હવે જોવાનુ એ છે કે દર્શની પ્રાથમિકતા કોણ બને છે.

દિવાળી પર પણ થશે કમાણી
વર્ષ 2020ની દિવાળી પર પણ અક્ષયનુ રાજ થશે. અક્ષય કુમારે પોતાના જન્મ દિવસના દિવસે આ એલાન કર્યુ કે તે દિવાળી પર પૃથ્વીરાજની કહાની લઈને આવી રહ્યા છે. અક્ષય કુમારની આ પહેલી હિસ્ટોરિકલ ફિલ્મ થશે.

ક્રિસમસ 2020 પર બચ્ચન પાંડે
ક્રિસમસ 2020 પર બચ્ચન પાંડેની એક્શન કૉમેડી ફિલ્મ સાથે અક્ષય કુમાર આવી રહ્યા છે. આ તમિલ ફિલ્મ વીરમની રિમેક છે. રોમાન્સ, એક્શન અને કૉમેડીથી લદાલદ હશે આ ફિલ્મ. આનો લુક પહેલા પસંદ કરવામાં આવી ચૂક્યો છે. જોવાનુ એ રહેશે કે શું 2020માં પણ 2019ની જેમ અક્ષય કમાણીના બાદશાહ બને છે કે નહિ.