For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અક્ષય કુમારની ફિલ્મ પેડમેનને મળ્યો નેશનલ એવૉર્ડ

66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી જેમાં પેડમેનને બેસ્ટ ફિલ્મ ઑન સોશિયલ ઈશ્યુઝનો નેશનલ એવૉર્ડ મળ્યો.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ પેડમેનને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી જેમાં પેડમેનને બેસ્ટ ફિલ્મ ઑન સોશિયલ ઈશ્યુઝનો નેશનલ એવૉર્ડ મળ્યો. ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખન્નાની ખુશીનો પાર નથી. અક્ષયે ટ્વિટર દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી અને લખ્યુ કે પેડમેનને નેશનલ એવૉર્ડ મળવાથી હું ખૂબ ખુશ છુ.

padman

અક્ષયની પત્ની ટ્વિંકલ ખન્ના આ ફિલ્મની પ્રોડ્યુસર છે. તેને જ્યારે ટ્વીટર પર ફિલ્મના નેશનલ એવૉર્ડ જીતવા પર અભિનંદન મળ્યા તો તેણે જવાબમાં લખ્યુ કે હું ખૂબ ખુશ છુ. આના જવાબમાં અક્ષયે લખ્યુ કે હું માત્ર એ કહી શકુ કે આખી દુનિયાને કહો, કોપી ધેટ! તમને જણાવી દઈએ કે આભાર સાથે સાથે અક્ષયે પોતાની આગામી ફિલ્મ મિશન મંગલનું પ્રમોશન પણ કરી દીધુ.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે 66માં નેશનલ ફિલ્મ એવૉર્ડનું એલાન કરવામાં આવ્યુ. આ વર્ષે પેડમેન ઉપરાંત અંધાધૂનને બેસ્ટ હિંદી ફિલ્મનો નેશનલ એવૉર્ડ મળ્યો. વળી, આયુષ્માન ખુરાનાને અંધાધૂન માટે, વિક્કી કૌશલને ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક માટે બેસ્ટ એક્ટરનો એવૉર્ડ મળ્યો.

આ પણ વાંચોઃ નેશનલ ફિલ્મ અવોર્ડ્સઃ ભણસાલીની ફિલ્મ પદ્માવતે ડંકો વગાડ્યો, જીત્યા આટલા અવોર્ડ્સઆ પણ વાંચોઃ નેશનલ ફિલ્મ અવોર્ડ્સઃ ભણસાલીની ફિલ્મ પદ્માવતે ડંકો વગાડ્યો, જીત્યા આટલા અવોર્ડ્સ

English summary
Akshay Kumar on 'Pad Man' win at the 66th National Film Award, "All my tiredness of promotions vanished hearing this news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X