Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

#BOX OFFICE: 100 કરોડ ક્લબમાં આવતા જ હાઉસફૂલ 3નો રેકોર્ડ

અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 3, 13 દિવસના ટૂંકા ગાળામાં જ 100 કરોડની ક્લબમાં એન્ટ્રી લેવામાં સફળ થઇ ગઇ છે. સાથે આ ફિલ્મ 2016માં સૌથી વધુ કમાણી કરનાર બીજી ફિલ્મ બની ગઇ છે. વળી જોવા જઇએ તો અક્ષય કુમારની એરલિફ્ટ અને હાઉસફુલ 3 બન્નેએ આ વર્ષે અલગ રીતે અનોખો રિકોર્ડ બનાવ્યો છે.

ફિલ્મના આટલા મોટા કલેક્શન તે વાત તો સાફ કરી દીધી છે કે ફિલ્મ સુપરહિટ ગઇ છે. અને તે વાત બધાને ખબર પણ હતી કે હાઉસફુલ બોક્સ ઓફિસ પર પણ હાઉસફુલ જ જવાની છે. તેની કોમેડીના તડકાએ બધાને ભરપેટ હસાવ્યા છે. જો કે કેટલાક લોકોને તે વાત માનવામાં નથી આવતી કે આવી ફિલ્મ આટલી કમાણી કેવી રીતે કરી શકે પણ ભાઇ જનતા જનાર્ધનને શું ગમે છે ક્યાં કહી શકાય છે. પણ તેમ છતાં જો તમારે જાણવું જ હોય કેમ હાઉસફુલ 3 સુપરહિટ ગઇ તો વાંચો આ........

સુપરહિટ પ્રમોશન

સુપરહિટ પ્રમોશન

ફિલ્મનો પ્રમોશન આઇડિયા સુપરહિટ ગયો. સાથે જ તેના સ્ટાર સોશ્યલ મીડિયા પર પણ પૂરી રીતે એક્ટિવ રહ્યા. જેણે ફિલ્મને ફેન્સ સાથે જોડ્યા.

કોઇ હરીફ નહીં

કોઇ હરીફ નહીં

આ ફિલ્મ ટાઇમ જોઇને રિલિઝ થઇ છે. તેની આસપાસ કોઇ ફિલ્મ રિલિઝ નહતી થઇ. જેનો ચોખ્ખો ફાયદો આ ફિલ્મને થયો છે.

પાગલપન

પાગલપન

હાઉસફુલ 3ની કોમેડી તેની સ્ટારકાસ્ટ સિવાય કોઇને સમજમાં નથી આવી પણ તેના ડાયલોગ પંચને લોકોએ ખરેખરમાં માણી છે.

ચાલે તેવી કોમેડી

ચાલે તેવી કોમેડી

હાઉસફુલના જોક્સે લોકોને ભરપૂર હસાવ્યા. તેમાં તેવી કોમેડી હતી જે મગજ ઘરે મૂકીને જનાર લોકોને જરૂરથી પસંદ આવે.

બ્રાન્ડ અક્ષય કુમાર

બ્રાન્ડ અક્ષય કુમાર

આ ફિલ્મ બ્રાન્ડ અક્ષય કુમારના ખભે ચાલી ગઇ. અને તેની સુપરહિટ જવા પાછળ અક્ષયનો મોટો હાથ છે.

સીરીઝનો પ્રેમ

સીરીઝનો પ્રેમ

વળી હાઉસફુલ 1 અને 2ની સફળતાએ પણ હાઉસફુલ 3ને સફળ કરવામાં મદદ કરી.

બોક્સ ઓફિસ

બોક્સ ઓફિસ

પાછલા 6 મહિનાથી આવા પ્રકારની કોઇ કોમેડી ફિલ્મ નહતી આવી. જેનો મોટો ફાયદો હાઉસફુલ 3ને થયો.

સેમ ફોર્મૂલા

સેમ ફોર્મૂલા

સાજિદ ફરહાદે ફિલ્મમાં કંઇ નવું નથી કર્યું જૂની રેસિપી જે સ્યોર શોર્ટ હિટ હતી તેને જ વાપરી છે. અને તે જ ચાલી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X