અક્ષય કુમારની માતાનુ નિધન, લાંબા સમયથી હતા બિમાર, અભિનેતાએ લખી ભાવુક પોસ્ટ

બૉલિવુડ એક્ટર અક્ષય કુમારની માતાનુ નિધન થઈ ગયુ છે. તેઓ ઘણા લાંબા સમયથી બિમાર હતા.

મુંબઈઃ બૉલિવુડ એક્ટર અક્ષય કુમારની માતાનુ નિધન થઈ ગયુ છે. તેઓ ઘણા લાંબા સમયથી બિમાર હતા. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર નિધનની માહિતી આપીને એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે. અક્ષય કુમારે લખ્યુ કે તે મારો મહત્વનો હિસ્સો હતી. આજે મને અસહનીય દુઃખ થઈ રહ્યુ છે. મારી મા શ્રીમતિ અરુણા ભાટિયાએ આજે સવાર આ દુનિયાને અલવિદા કહી દીધી છે. તે બીજી દુનિયામાં મારી પિતા સાથે ફરીથી મળી ગયા છે. હું તમારી દુઆઓનુ સમ્માન કરુ છુ કારણકે હું અને મારો પરિવાર આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ઓમ શાંતિ.

akshay kumar

ઈન્સ્ટાગ્રામ પર અક્ષય કુમારે પોતાના માના નિધનની માહિતી એક પોસ્ટ પર આપ્યા બાદ બૉલિવુડની તમામ હસ્તીઓ અને ફેન્સ સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. આ પહેલા અક્ષયની માતાની તબિયતને લઈને ઘણા લોકોએ પ્રાર્થના કરી હતી અને તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી. ત્યારબાદ અક્ષય કુમારે બધા લોકોનો આભાર માન્યો હતો. તેમણે પોસ્ટ કરીને લખ્યુ કે આ ઘડી મારા અને મારા પરિવાર માટે ખૂબ મુશ્કેલ છે, દરેકની પ્રાર્થના મારા માટે બહુ મોટી મદદ હશે.

તમને જણાવી દઈએ કે અક્ષય કુમારની માતા ઘણા સમયથી બિમાર હતા. 3 સપ્ટેમ્બરે અરુણા ભાટિયાને મુંબઈના હીરાનંદાની હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તે આઈસીયુમાં ભરતી હતા. તેમની હાલત ઘણી ગંભીર હતી. માતાની તબિયત હોવાની માહિતી મળ્યા બાદ અક્ષય કુમાર લંડનથી તરત જ મુંબઈ પાછા આવ્યા હતા. તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર ફિલ્મ સિન્ડરેલાનુ શૂટિંગ કરી રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X