અક્ષય કુમાર કોરોના સંક્રમિત, ટ્વીટ કરી આપી જાણકારી
મશહૂર બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર કોરોના સંક્રમિત થઈ ગયા છે, તેમણે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. તેમણે ખુદને હોમ ક્વોરેન્ટાઈન કરી લીધા છે. ટ્વીટ કરી તેમણે લખ્યું કે, "આજે સવારે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, હું હોમ ક્વોરેન્ટાઈન છું અને તમામ મેડિકલ નિર્દેશોનું પાલન કરી રહ્યો છું. જલદી જ એક્શનમાં પરત ફરીશ, મારા સંપર્કમાં આવેલા લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરું છું."

અક્ષય થયા કોરોના સંક્રમિત
જણાવી દઈએ કે હાલમાં જ કેટલાય ફિલ્મ સ્ટાર્સ કોરોનાના લપેટામાં આવ્યા છે. અભિનેતા આમિર ખાન, રણબીર કપૂર, અભિનેત્રી આલિયા ભટ્ટ, અભિનેતા કાર્તિક અને મશહૂર સંગીતકાર બપ્પી લહેરી કોરોના વાયરસના લપેટામાં આવ્યા છે.

કોરોનાએ પ્રશાસનની ચિંતા વધારી
રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર આંકડાઓ મુજબ દેશમાં ગત 24 કલાકમાં 93249 નવા કેસ સામે આવ્યા છે, જે ઓક્ટોબર 2020 બાદ આવેલા અત્યાર સુધીના સૌથી વધુ આંકડા છે. જ્યારે ગત 24 કલાકમાં કોરોનાથી 513 લોકોનાં મોત થયાં છે, જે બાદ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1,24,85,509 થઈ ગઈ અને કુલ મોતનો આંકડો 1,64,623 પહોંચી ગઈ છે. દશમાં એક્ટિવ કેસ 6,91,597 છે જ્યારે 1,16,29,289 લોકો હોસ્પિટલેથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે દેશમાં અત્યાર સુધી કુલ 7,59,79,651 લોકોને કોરોના વેક્સીન લગાવવામાં આવી છે.

મુંબઈની હાલત ઘણી ગંભીર
જણાવી દઈએ કે દેશમાં કોવિડ 19થી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. રાજ્યની રાજધાની મુંબઈમાં સંક્રમણ તેજીથી વધી રહ્યું છે. શનિવારે અહીં પાછલા 24 કલાકમાં 9 હજારથી વધુ નવા મામલા મળ્યા છે જ્યારે આ દરમ્યાન 27 લોકોનાં મોત થઈ ગયાં છે. જણાવી દઈએ કે કોરોના વાયરસ પ્રસાર પર કાબૂ મેળવવા માટે હવે મહારાષ્ટ્ર સરકાર લૉકડાઉન જેવા સખ્ત ફેસલા પર વિચાર કરી રહી છે.

ફિલ્મ રામ સેતુનો પહેલો લુક જાહેર કર્યો હતો
વર્ક ફ્રંટની વાત કરીએ તો અક્ષય કુમાર વર્ષમાં સૌથી વધુ ફિલ્મ કરનાર એક્ટર છે. 309 માર્ચે તેમણે પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામ સેતુનો પહેલો લુક જાહેર કર્યો હતો. જેમાં તેઓ બિલકુલ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા હતા. અક્ષય કુમારે પોતાના લુકની ફોટો શેર કરતાં ફેન્સને સવાલ પણ કર્યો હતો. તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે, "સૌથી સ્પેશિયલ ફિલ્મોમાંથી એક રામ સેતુ બનાવવાની સફર આજથી શરૂ થઈ ગઈ છે. રામસેતુની શરૂઆત થઈ ગઈ છે. આ ફિલ્મમાં એક આર્કિયોલોજિસ્ટનો રોલ નિભાવી રહ્યો છું. મારા આ નવા લુક પર તમારા વિચાર જાણીને ખુશી થશે."
ભારતમાં કોરોનાનો વિસ્ફોટ, ગત 24 કલાકમાં 93,249 નવા કેસ સામે આવ્યા