અક્ષયે ટ્વિટર પર વ્યક્ત કરી પુત્રીના પિતા બનવાની ખુશી

મુંબઈ, 26 સપ્ટેમ્બર : ગઈકાલે જ બીજી વાર પિતા બનનાર અક્ષય કુમાર પોતાની પુત્રીને ખોળામાં ઉપાડી બહુ જ ખુશ છે. અને પોતાની ખુશી જાહેર કરવા તેમણે ટ્વિટરની પસંદગી કરી છે. ટ્વિટર પર થોડાક કલાકો પહેલાં જ અક્ષયે ટ્વિટ કર્યું છે કે પોતાની પુત્રીને પહેલી વાર ખોળામાં લેવા કરતાં બીજી કોઈ મોટી ખુશી નથી.

Akshay Kumar

એક બાજુ બૉલીવુડ સ્ટાર્સ એક પછી એક અક્ષયને પુત્રી જન્મ્યાની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે તો બીજી બાજુ અક્ષયે પણ આખરે બીજી વાર પિતા બનવાની પોતાની ખુશી વ્યક્ત કરી જ દીધી. અક્ષયે થોડાક કલાક પહેલાં જ ટ્વિટ કર્યુ અને લખ્યું, ‘પોતાની પુત્રીને પ્રથમ વાર ખોળામાં ઉપાડવા કરતાં મોટી કોઈ ખુશી નથી. કાશ! હું વધારે સારી રીતે આ વાત જણાવી શકત કે હું અત્યારે કેટલો ખુશ છું, પરંતુ મારી પાસે શબ્દો નથી. હું તમામ લોકોને આ પ્રસંગે પોતાનો પ્રેમ આપવા બદલ આભાર વ્યક્ત કરુ છું. ગર્વિત પિતા.'

અત્યાર સુધી બૉલીવુડની ઘણી હસ્તીઓએ પોત-પોતાની રીતે અક્ષય કુમાર તેમજ ટ્વિંકલ ખન્નાને પુત્રી અવતરતાં શુભેચ્છાઓ પાઠવી છે. અભિષેક બચ્ચન કે જે હાલ શિકાગો ખાતે પોતાની ફિલ્મ ધૂમ 3નું શુટિંગ કરી રહ્યો છે તેણે શિકાગો ખાતેથી ટ્વિટર ઉપર અક્ષયને વધામણા આપ્યાં છે અને જણાવ્યું છે, ‘અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાને પુત્રી જન્મે બહુ-બહુ વધાઇઓ.'

અર્જુન રામપાલે પણ ટ્વિટર પર અક્ષય કુમારને શુભેચ્છા પાઠવતાં લખ્યુ છે, ‘નન્હી રાજકુમારી આવતા અક્ષય કુમાર, ટીના, ડિમ્પલ અને રિંકી ખન્નાને શુભેચ્છાઓ.' આ ઉપરાંત બૉલીવુડની પ્રેટી ગર્લ પ્રીતિ ઝિંટાએ પણ અક્ષય અને ટ્વિંકલ સુધી પોતાની શુભેચ્છાઓ પહોંચાડતા લખ્યું છે, ‘અક્કી અને ટીનાને નવી ખુશીઓની મુબારકબાદ. હું આ ખુશખબરી સાંભળી બહુ ખુશ છું.'

સોનાક્ષી સિન્હાએ પોતાના ફેવરિટ કો-સ્ટારને શુભેચ્છા પાઠવતાં લખ્યું છે, ‘ઓહ માય ગૉડ, અક્ષય અને ટ્વિંકલને પુત્રી અવતરી છે. ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. હું તો હવે ઇંતેજાર જ નથી કરી શકતી. નન્હી રાજકુમારીને જોવા આતુર છું.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X